અમદાવાદ
અમદાવાદના મણિનગર ખાતે આવેલા ભૈરવનાથ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાય છે. ત્યારે આ વિસ્તારોમાં હોડી ચલાવવાની ફરજ પડી છે. ભારે વરસાદના પગલે અવરજવર માટે હોડી ચાલતી હોવાના વીડિયો સામે આવ્યો છે. વરસાડે એટલી હદે તાંડવ મચાવ્યો છે કે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં ૫ ઇંચ કરતા વધારે વરસાદ પડી ગયા બાદ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. બીજી તરફ અમદાવાદમાં ભારે વરસાદને કારણે હવાઈ મથક પર અસર જાેવા મળી છે. ભારે વરસાદને પગલે અમદાવાદની હવાઈ સેવાઓ ખોરવાઈ છે. અમદાવાદ એરપોર્ટ પર વિમાનોના ઉતરાણ પર રોક લગાવાઇ હોવાની સૂત્ર દ્વારા માહિતી મળી છે. અનેક ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી છે. રન વે પર ભારે માત્રામાં પાણી ભરાયાં છે.


