મહુધા પોલીસ સ્ટેશનથી નગરપાલિકા સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.
આગામી દિવસોમાં આવનાર વિવિધ તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે મહુધામાં રેપિડ એક્શન ફોર્સ અને મહુધા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગ દરમ્યાન કમાન્ડન્ટ, સહાયક તેમજ મહુધા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એચ.ચૌધરી, પીએસઆઈ આઈ.ડી.વાધેલા તથા પીએસઆઈ ડી.કે.કટારા અને પોલીસ જવાનો સાથે હાજર રહ્યા હતાં.


