રાજ્યના યુવાનોનું સંરક્ષણદળોમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા
'સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના' અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ, જામનગર જિલ્લા
ખાતે નિવાસી તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. ઉક્ત તાલીમ વર્ગના સમગ્ર સંચાલન માટે ૩૦ દિવસ મુજબ કરાર
આધારિત કામગીરી માટે રૂ. ૨૦,૦૦૦/- ના ફિક્સ વેતન સહીત સંરક્ષણદળ/પોલીસ/ તાલીમ અને રોજગાર ખાતાની સંલગ્ન
કામગીરીથી અનુભવી હોય અથવા કોઇપણ સ્ટ્રીમ/પ્રવાહમાં ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા પુરુષ ઉમેદવારો પાસેથી અરજીઓ
મંગાવવામાં આવી છે.
જે અંગે, અરજી પત્રક જિલ્લા રોજગાર કચેરી, જામનગર ખાતેથી મેળવીને અને સંપૂર્ણ રીતે વિગતો ભરીને તેમજ જરૂરી
શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે જોડીને જામનગર જિલ્લા રોજગાર કચેરી ખાતે આગામી તા ૦૫ ઓગસ્ટ સુધીમાં જમા
કરાવવાના રહેશે. આગામી તા.૦૫ ઓગસ્ટ પછી અત્રેની કચેરીને મળેલા અરજી પત્રક ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જેની દરેક
ઉમેદવારને નોંધ લેવા માટે મદદનીશ નિયામક રોજગાર શ્રી સરોજ બી.સાંડપા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
