Gujarat

લોક ફરિયાદ નિવારણ માટે પોલીસ અધિક્ષક અને ના.પોલીસ અધિક્ષક દર સપ્તાહે ૨-૨ દિવસ લોકોની ફરિયાદ સાંભળશે. 

છોટાઉદેપુર જીલ્લાના પ્રજાજનોને પોલીસને લગતા પ્રશ્નોના નિવારણ માટે નાગરીકોના વિવિધ પ્રશ્નો સબંધીત કચેરીમાં સાંભળીને તેનો નિકાલ કરવામાં આવે તે ઇચ્છનિય છે. નાગરિકોને યોગ્ય રીતે સાંભળી તેઓને સંતોષ થાય તેમજ વહીવટ વધુ લોકાભિમુખ બને તે માટે સરકાર તરફથી ભાર મુકવામાં આવેલ છે. જેથી અત્રેના છોટાઉદેપુર જીલ્લાના પોલીસ અધિક્ષકની કચેરી, છોટાઉદેપુર ખાતે દર સપ્તાહમાં મંગળવાર તથા બુધવાર, નાયબ પોલીસ અધિક્ષક નાઓની કચેરી, છોટાઉદેપુર ડિવીઝનનાઓની કચેરીએ દર સપ્તાહના ગુરૂવાર તથા શુક્રવારના દિવસોમાં અરજદારોને સાંભળવામાં આવશે. જેથી કોઇ નાગરીકોને તેમના વિવિધ પ્રશ્નો/રજુઆત હોય તો આ દિવસો દરમ્યાન જે તે કચેરી ખાતે કચેરી સમયે પોતના પ્રશ્નોના આઘાર પુરાવા સહિત હાજર રહેવાનું રહેશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *