અમરેલી જીલ્લાની પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા અને “ સેવા પરમો ધર્મ “ ને સાચા અર્થમાં ચરિતાર્થ કરતી લાયન્સ ક્લબ ઓફ અમરેલી – રોયલ દ્વારા સમાજ ઉપયોગી વિવિધ કાર્યક્રમ કરવામાં આવે છે. બાળકોની પ્રતિભાની ખીલવણી અને સર્વગ્રાહી વિકાસ માટે વિશેષ દર વર્ષની જેમ આ વર્ષે પીસ પોસ્ટર ( ચિત્ર સ્પર્ધા ) પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે . આ પ્રતિયોગિતાનું આયોજન લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવે છે, જે પૈકી અમરેલી સીટી અને તાલુકામાં બાળકો બહોળી સંખ્યામાં ભાગ લઇ પોતાની પ્રતિભા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રજ્વલિત કરે તે માટે આ સ્પર્ધાનું આયોજીત કરવામાં આવનાર છે.આ સ્પર્ધા વિનામૂલ્યે ૧૧ થી ૧૩ વર્ષના કોઈ પણ બાળકો ભાગ લઇ શકે છે . ૧૫ મી નવેમ્બર – ૨૦૨૧ ના રોજ જે કોઈ બાળક ૧૧ થી ૧૩ વર્ષની ઉંમરના હશે તે તમામ બાળકો ભાગ લઇ શકે છે , ઉમરના અને ઓળખના પુરાવા માટે એક આધાર કાર્ડની નકલ સબમિટ કરવાની રહેશે
સ્પર્ધામાં ચિત્ર દોરવા માટે વિષય ” WE ALL ARE CONNECTED ” ” આપણે બધા જોડાયેલ છીએ ” આ સ્પર્ધામાં પ્રથમ દસ બાળકોનું નામ મલ્ટિપલ (ગુજરાત) લેવલે ત્યારબાદ ઇન્ટરનેશનલ લેવલે મોકલવામાં આવશે . ઇન્ટરનેશનલ લેવલ પર જે બાળકનું પીસ પોસ્ટર પસંદગી પામશે તેમને ૫૦૦૦ અમેરિકન ડોલરનું ઇનામ આપવામાં આવશે અને ગ્રાન્ટ ઇવેન્ટમાં સહભાગી થવાનું આમંત્રણ મળશે . ઉલ્લેખનીય બાબત છે કે પ્રતિયોગિતામાં ભાગ લેનાર દરેક બાળકોને લાયન્સ ઇન્ટરનેશનલનું સર્ટીફીકેટ અને ગીફ્ટ લાયન્સ ક્લબ ઓફ અમરેલી ઓફ અમરેલી રોયલ દ્વારા આપવામાં આવશે .આ સ્પર્ધાનું આયોજન તારીખ ૧૦ નવેમ્બર ૨૦૨૧ ના રોજ સાંજે ૩:૩૦ કલાકે સીનીયર સીટીઝન પાર્ક , અમરેલી ખાતે રાખવામાં આવેલ છે . સ્પર્ધામાં સહભાગી થવા માટે જે તે ઉમેદવારે તારીખ ૮ નવેમ્બર ૨૦૨૧ પહેલા તેમનું ઓનલાઈન કે ઓફલાઈન ફોર્મ જરૂરી પુરાવા સાથે ભરીને વજ કન્સ્ટ્રકશન જીલ્લા પંચાયત રોડ , બીજા માળે , અમરેલીની ઓફીસ પર તથા શ્યામ કન્સલ્ટન્સી , લોર્ડસ હોટેલ પહેલા માળે , જુના માર્કેટ યાર્ડની અંદર, અમરેલી(પંકજ વઘાસીયા-૯૧૦૬૬ ૬૪૨૫ર, પ્રતિકભાઈ રૂડાણી-૭૦૬૯૭ ૫૧૦૦૦) ખાતે જમા કરવાવનું રહેશે સ્પર્ધાની વધુ વિગત માટે લા. વિજયભાઈ ગુંદનિયા – ૯૯૨૫૫ ૬૪૬૯૬, લા. વિવેકભાઈ વસાણી – ૯૮૨૪૨ ૬૫૪૮૮ નો સંપર્ક કરવો
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

