Gujarat

કોડીનાર પોલીસે છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડ્યો.

કોડીનાર
કોડીનાર પોલીસે છેલ્લા બે વર્ષ થી નાસતા ફરતા આરોપી ને પકડી પાડી જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.કોડીનાર પોલીસ ને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના મળતા તે અંતર્ગત કોડીનારના પી.આઈ.એસ.એન.ચુડાસમા  ના માર્ગદર્શન હેઠળ કોડીનાર પો. સ્ટે. સર્વેલન્સ સ્કવોર્ડના પો હેડ કોન્સ અભેસિંગ ભવાનભાઈ તથા ગોપાલ સિંહ દિપસિંહ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે કોડીનાર પોલીસ સ્ટેશન ગુ. ર. ન ૧૨૫૦/૨૦૨૦ જુગાર ધારા કલમ ૧૨ v  મુજબના ગુનાના કામે છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી રઘુ ભાઈ ગીગા ભાઇ ભાલીયા ઉ વર્ષ  ૪૫ રહે પીછવી,પીપળીચેરી  તા. ગીર ગઢડા વાળા ને પીછવી ગામ ના બસ સ્ટેશન ખાતે થી પકડી પાડી અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *