Gujarat

ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપ પ્રમુખને દારૂ પ્રકરણમાં માફી માગવા નોટિસ પાઠવી

બનાસકાંઠા
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના કથિત ભાઈ થોડા દિવસ પહેલા દારૂ સાથે ઝડપાયાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે હવે બનાસકાંઠા જીઁ, દિયોદર ડ્ઢઅજીઁ, પોલીસ કોન્સ્ટેબલ અને ભાભર ભાજપ પ્રમુખ સામે ગેનીબેન ઠાકોરે મોરચો માંડ્યો છે. આ મામલે વકીલ મારફત ગેનીબેને રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડ્યા હોવાની બાબત રજૂ કરીને નોટિસ પાઠવી છે. સાથે જ ૩૦ દિવસમાં મીડિયા સમક્ષ માફી માગી ૩૦ હજાર વળતર પેટે ચૂકવી દેવા કહ્યું છે. જાે ૩૦ દિવસમાં જવાબ રજૂ નહીં કરે તો ૫ કરોડનો દાવો દાખલ કરવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. નોટિસમાં જણાવ્યા મુજબ ફરિયાદમાં ગેનીબેનનો ભાઈ હોવાનો ઉલ્લેખ ન હોવા છતાં મીડિયા સમક્ષ ગેનીબેન ઠાકોરના ભાઈ શબ્દ વારંવાર ઉચ્ચારી તેમની બદનક્ષી કરી છે. જેથી પ્રાથમિક તબક્કે દરેકની વિરુદ્ધ માનહાનીના વળતર સ્વરૂપે ૫ કરોડનો દાવો કરવાનું જણાવ્યું છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *