Gujarat

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ધાનોટ ગામના ૫૦ વર્ષ જૂના રાહદારી રસ્તાને ફરી શરૂ કરવા અંગે જિલ્લા કલેકટરશ્રી દ્વારા અપાયો હકારાત્મક પ્રતિસાદઃ અનિલકુમાર પટેલ

ગાંધીનગર
ગુજરાત સરકારનો સ્વાગત કાર્યક્રમ જનફરિયાદ નિવારણનું અસરકારક માધ્યમ બન્યો છે. રાજ્યનો સામાન્ય વ્યક્તિ પણ સમસ્યાઓને મુક્તપણે રજૂ કરીને સ્થળ પર જ જે તે પ્રશ્નનું નિરાકરણ મેળવતો થયો છે. આ મહિનાના ગાંધીનગર જિલ્લાના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલોલ તાલુકાના ધાનોટ ગામના ગ્રામજનોના ૫૦ વર્ષ જૂના રસ્તાની બાબતમાં ન્યાયિક હલ મળે તે માટે જિલ્લા કલેકટર હિતેશ કોયા દ્વારા ઉપસ્થિત સંબધિત અધિકારીઓને સૂચના આપી હતી.
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધાનોટ ગામના ગ્રામજનોને ૫૦ વર્ષ જૂના રાહદારી રસ્તાનો પ્રશ્ન હતો. ગ્રામજનો વતી અરજકર્તા અનિલકુમાર પટેલના જણાવ્યા અનુસાર ધાનોટથી બિલેશ્વરપુરા ગામને જાેડતો વર્ષો જૂનો રસ્તો હતો. ગામના સીમાડે ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ઊભો થતા ગ્રામજનોને આવવા જવા માટે આ રસ્તો સદંતર બંધ થયો હતો. આ રસ્તો ગામના ઘણા ખેડૂતોના ખેતરને જાેડતો હતો. જેથી સૌને આવવા જવાની સરળતા રહેતી હતી. આ ઉપરાંત વરસાદી પાણીનો પણ આ રસ્તા દ્વારા નિકાલ થતો હતો. રસ્તો બંધ થતા ગ્રામજનોને આવવા જવામાં ઘણી અગવડ થતી હતી. આથી ગ્રામજનોએ આ બાબતે સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી હતી.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી હિતેશ કોયા દ્વારા અનિલભાઈનો પ્રશ્ન શાંતિપૂર્વક સાંભળી આ બાબતે સંબંધિત આધિકારીઓને ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. તથા આ પ્રશ્નનો ઉકેલ લાવવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં હકારાત્મક જવાબ મળતા અનિલકુમાર પટેલ ઘણા ખુશ હતા. તેઓ સ્વાગત કાર્યક્રમને બિરદાવતા કહે છે કે ‘સરકાર દ્વારા લાવવામાં આવેલ સ્વાગત કાર્યક્રમમાં લોકોના પ્રશ્નોનો વ્યવસ્થિત રીતે ઉકેલ આવે છે. વધુમા કહે છે કે સ્વાગત કાર્યક્રમમાં કલેકટર સાહેબ સહિત સંબધિત અધિકારીઓ વ્યવસ્થિત પ્રત્યુત્તર આપે છે અને પ્રશ્નનું સ્થળ પર નિરાકરણ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *