મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા નાઓએ અમરેલી જિલ્લામાંથી જુગાર/દારૂની બદી દૂર કરવાં માટે સધન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હતુ, જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. સી.એસ.કુગસિયા સાહેબ ની સુચના અને
માર્ગદર્શન નીચે રાજુલા પોલીસ ટીમ દ્રારા રાજુલા ટાઉન ખેતાગાળા વિસ્તારમાથી લાઇટના અંજવાણે જાહેરમાં
હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા રૂ.૧૦,૭૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત-
(૧) અકબરશા અલારખાશા કનોજીયા ઉવ.૪પ રહે રાજુલા ખેતાગાળા તા રાજુલા જી અમેરલી
(ર) બહાદુરશા કાદરશા કનોજીયા ઉવ.૧૯ રહે.રાજુલા તત્વજ્યોતી તા.રાજુલા જી અમેરલી
(૩) શબીરશા રજબા જોખીયા ઉવ.૩૦ રહે.પાલીતાણા ઉશેની ચોક જી.ભાવનગર
(૪) વાહીદશા અકબરશા કનોજીયા ઉવ.ર૬ રહે.રાજુલા ખેતાગાળા જી.અમરેલી
(૫) નવશાદશા સિંકદરશા ખોખર ઉવ.૨૨ રહે.સાવર કુંડલા બીડીકામદાર જી.અમરેલી
પકડાયેલ મુદામાલની વિગત-
(૧) રોકડા રૂ.૧૦,૯૫૦/-
(ર) ગંજીપતાના પાના નંગ-પર
કામગીરી કરનાર અધિકારી કર્મચારી
રાજુલા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ. સી.એસ.કુગસિયા સાહેબ તથા હેડ કોન્સ. ભીખુભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. ભરતભાઇ વાળા તથા હેડ કોન્સ. અનોપસિંહ સોલંકી તથા હેડ કોન્સ. સંજયભાઇ ઘાંઘળ તથા પો.કોન્સ. રોહીતભાઇ પરમાર તથા પો.કોન્સ. મિતેષભાઇ વાળા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


