*પત્રકાર એકતા પરિષદ નુ પાટણ જિલ્લાનુ અધિવેશન ચાણસ્મા ખાતે યોજાયું*
*પત્રકાર એકતા પરિષદ અધિવેશન મા 33 જિલ્લાના 252 તાલુકાના પદાધિકારીઓ તેમજ પત્રકારો મોટી સંખ્યામા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો*
સમગ્ર ગુજરાત રાજયમાં પ્રસરેલુ પત્રકાર એકતા પરિષદ નુ પાટણ જિલ્લાનું ૧૮ મુ અધિવેશન પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે આવેલ સુરાણી સંસ્કાર ભવનમાં યોજાયું હતુ.જેમા મોટી સંખ્યામાં પત્રકાર એકતા પરિષદ ના પદાધિકારીઓ તેમજ સભ્યઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો.અત્રે યોજાયેલ અધિવેશનને દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.તેમજ તાજેતરમા સ્વર્ગસ્થ થયેલ પત્રકાર એકતા પરિષદના પાટણ જિલ્લા પ્રભારી પ્રહલાદ ભાઈ ચૌહાણ તેમજ પાટણ ન્યુઝ 24 ના તંત્રી રાજુભાઇ પટેલના પિતાજી તેમજ મારો આવાજ ન્યુઝ ચાણસ્માના રિપોર્ટર ચેતન શાહના માતુશ્રીને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
પત્રકાર એક્તા પરિષદના મંત્રી નિલેશભાઈ પાઠક દ્વારા પત્રકાર એકતા પરિષદની રૂપરેખા દર્શાવતા જણાવ્યું હતું કે પત્રકાર એકતા પરિષદની સ્થાપના ૨૦૧૯ મા ગાંધીનગર ખાતે ૪૫૦ જેટલા પત્રકારોની ઉપસ્થિતીમા થઈ હતી. તેમજ પત્રકાર એકતા સંગઠન નુ નામ દરેક પત્રકારો દ્વારા સર્વાનુમતે રાખવામાં આવ્યુ છે. આ સંગઠન ૧૨ ઝોન મા વહેચાયેલુ છે. તેમજ દરેક ઝોન માં જુદા જુદા દરેક પદાધિકારીની નિમણુક કરવામાં આવી છે તેમાં મહિલા સેલ. આઇ.ટી સેલ લીગલ વીંગની રચના કરવામાં આવી છે.તેમજ પૂર્વ કેબીનેટ મંત્રી અને ચાણસ્માના પૂર્વ ધારાસભ્ય દિલીપજી વીરાજી ઠાકોરે જણાવ્યું હતું કે મારા પરિવાર નું કામ વ્યસન મુક્તિ તેમજ ખોટા રસ્તે જતા માણસને અટકાવી સીધા રસ્તે લાવવાનું છે.તેમજ હુ રાજકારણ ની સાથે સાથે કબીર સંપ્રદાયમા પણ માનું છુ તેથી મને જયારે મને પાર્ટી દ્વારા મત્સય ઉદ્યોગ ડિપાર્ટમેન્ટ આપવાની વાત આવી ત્યારે હુ કબીર સંપ્રદાયમા માનતો હોવાથી મે જીવહિંસા બાબતની પરમિશન હુ ન આપી શકુ તેમ ન હોઈ સ્પષ્ટ ના પાડી દીધી હતી.
દિલ્પજી વીરાજી એ ત્યારબાદ બીજો ડિપાર્ટમેન્ટ સંભાળ્યો હતો તેમજ પત્રકાર એ સમાજનો અરીસો છે સરકાર દ્વાર કોઈક ખોટું કામ થતું હોય તો તેને અકાવવાની જવાબદારી સૌ પત્રકારોની છે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ પરમ પૂજ્ય માડી ૧૦૦૮ શક્તિપીઠ સુરતના પીઠાધીશ દ્વારા આર્શીવચન આપતા જણાવ્યુ હતુ કે પત્રકાર દ્વારા શિયાળો ઉનાળો કે ચોમાસાની ઋતુમાં વિવિધ યાતનાઓ ભોગવી લોકોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા માટે મદદરૂપ થાય છે. તેમજ દરેક પત્રકારોને મા મેલડીના આર્શીવાદ છે પરમ પૂજ્ય માડી દરેક સ્કુલોમાં જરૂરિયાતમંદ વિધાર્થીઓને સ્કૂલ બેગ તેમજ કપડા સહિત વિવિધ કીટો આપવામાં આવે છે.
ત્યારબાદ ચાણસ્માના નિડર નિષ્ઠાવાન કર્મનિષ્ઠ તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર દ્વારા જણાવ્યુ હતુ કે જીવનમા જીવન કેટલું જીવ્યા તે મહત્વનું નથી હોતુ પણ કેવુ જીવ્યા તે મહત્વનુ છે મિડીયા એ આપણા દેશ નો ચોથો સ્તંભ છે. પત્રકારો પણ કેટલાક ના ગુસ્સા નો ભોગ બને છે ત્યારે સત્યને ઉજાગર કરી બહાર લાવવાનું કામ પત્રકારો કરી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લા અને ચાણસ્માના પત્રકારો કોઈની ધાકધમકી થી ડર્યા વિના પત્રકારત્વ કરી રહ્યા છે. તેમજ ઇન્ચાર્જ પ્રદેશ અધ્યક્ષ ગીરવાનસિંહ સરવૈયા દ્વારા જણાવ્યું હતું કે આપડુ સંગઠન એક પણ રૂપિયાનું દાન લેતુ નથી તેમજ તાજેતર મા ચાણસ્મા ના દેલમાલ ગામે બનેલી પત્રકાર પરના હુમાલાની ઘટનાને વખોડતા જણાવ્યુ હતુ કે જ્યારે પત્રકારો એક તાંતણે હોય ત્યારે સરકાર તેમજ કોઈ પણ અધિકારીએ ઝુકવુ પડે છે તેમજ આગામી સમયમા પાલિતણા ખાતે ૨૦૦૦ જેટલા પત્રકારો નું અધિવેશન કરવાનું જણાવ્યું હતુ.
ત્યારબાદ પત્રકાર પરિષદના પ્રદેશ અધ્યક્ષ તેમજ સંગઠનના ભીષ્મ પિતામહ લાભુભાઈ કાત્રોડીયા દ્વારા જણાવ્યુ હતુ કે પત્રકાર એકતા પરિષદમા દરેક જિલ્લામાં ૨૦૦ થી વધારે પત્રકારો જોડાયેલા છે.તેમજ ગુજરાતમા ૧૨ ઝોનમા વહેંચાયેલું છે હવે પત્રકાર એકતા પરિષદ માટે અધિવેશન અધરુ નથી ચાણસ્મા ખાતે યોજાયેલ અધિવેશનમા નાના માં નાના પત્રકારે એ આપેલ યોગદાન નોંધવા જેવી બાબત છે. તેમજ તેમણે પૂર્વ કેબીનેટ મંત્રી દીલીપજી ઠાકોરની સાદગીને યાદ કરતા જણાવ્યુ હતુ કે રાજકારણમા આવા સાદા તેમજ નિષ્ઠાવાન નેતાઓની જરૂર છે. જો આવા માણસો રાજકારક મા આવે તો દેશ ની પ્રગતી થાય તેમજ સરકાર પત્રકારોની સુવિધા છીનવી રહી છે ત્યારે પત્રકારોએ એકતા કરવી જરૂરી છે જો સરકારની આંખ ઉઘાડવી હશે તો આપણે ચોકીદાર બનવું પડશે આપડા ટેક્ષમાથી સરકારની તીજોરી ભરાય છે. પણ જયારે આ તીજોરી માથી લુંટ થતી હોય ત્યારે આપણે પત્રકારોએ જાગૃત થઈ તેને બહાર લાવવું પડશે અને છેલ્લે જણાવ્યુ હતુ કે આ સંગઠન તોડ પાણી વાળા પત્રકારોનુ સંગઠન નથી માટે સત્ય માટે ઝઝુમતા જાગૃત પત્રકારો ને જોડાવવા માટે દરવાજા ખુલ્લા છે પ્રજાને તેના પ્રશ્નો ઉજાગર કરવાની અપેક્ષા પત્રકારો પાસે હોય છે તેમજ આપણે આપણી ફરજ બજાવતી વખતે કોઈ પણ હુમલો કરે તો તેને સંગઠન દ્વારા ક્યારેય ચલાવી નહી લેવાય તેમ જણાવ્યું હતુ.
ત્યારબાદ કાર્યક્રમની આભારવિધિ મારો આવાજ ન્યુઝ ના ચાણસ્મા ના રિપોર્ટર ચેતન .એમ.શાહ દ્વારા કરવામાં આવી હતી તેમજ અત્રે યોજાયેલ અધિવેશન મા ૩૩ જિલ્લાના રપર તાલુકાના પદાધિકારીયો તેમજ પત્રકારો મોટી સંખ્યામા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ ચાણસ્માની આયોજક ટીમને બીરદાવી હતી



