ગુજરાતના સંસદ સભ્યો લોકસભા/રાજયસભાના સભ્યો સાથે તા.૬/૧/૨૦૨૩ ના રોજ અમદાવાદ ખાતે માન.જનરલ મેનેજરશ્રી વેસ્ટર્ન રેલ્વે મુંબઈ સાથે ગુજરાતના રેલ્વેના મહત્વના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવા મીંટીંગનું આયોજન કરવામાં આવેલ હતું, ઉપરોકત મીટીંગમાં અને વિષયના અનુસંધાનમાં ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. જેમાં વડોદરા-ડભોઈ અને બોડેલી નેશનલ હાઈવે નંબર-૫૬ ની વચ્ચે આવતી રેલ્વે ફાટકો જેવી કે,વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં પલાસવાડા ફાટક નંબર–૨૦ તેમજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ઢોકલીયા (બોડેલી) ફાટક નંબર-૬૫ આવેલી છે. જેની ઉપર રોડ ઓવરબ્રીજ (આરઓબી) બનાવવા ઘણા લાંબા સમયથી લોકોની અને વાહન ચાલકોની માંગણી કરવામાં આવેલી છે. તે બાબતે રાજય સરકાર તરફથી અને ગુજરાત સરકારના બાંધકામ વિભાગ ગાંધીનગર તરફથી ઓવરબ્રીજ બનાવવા હૈયાધારણા આપવામાં આવેલ હતી.પરંતુ આજદિન સુધી સરકાર તરફથી અને વેસ્ટર્ન રેલ્વે વિભાગ તરફથી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી.જે દુઃખદ બાબત છે.આ રોડની ફાટકો ઉપર ઓવરબ્રીજ બનાવવા માટે માન,જનરલ મેનેજરશ્રી વેસ્ટર્ન રેલ્વે મુંબઈ તરફથી લેખિત જાણ કરવામાં આવેલ છે કે,ઉપરોકત બન્ને ઓવરબ્રીજની કામગીરી ગુજરાત સરકાર અને બાંધકામ વિભાગ ગાંધીનગરને કરવાની થાય છે. જેની વિગત નીચે મુજબ છે.
૧) પલાસવાડા ફાટક નંબર–૨૦ ની વિગત. જનરલ મેનેજરશ્રી વેસ્ટર્ન રેલ્વે મુંબઈ તરફથી પલાસવાડા ફાટક નંબર–૨૦નો ઓવરબ્રીજ
વડોદરા-ડભોઈ–બોડેલી નેશનલ હાઈવે નંબર-પ૬ ઉપર રેલ્વે ફાટકો ઉપર ઓવરબ્રીજ બનાવવા બાબત.
સવિનય ઉપરોક્ત વિષયમાં જણાવું છું કે, ગુજરાતના સંસદ સભ્યો લોકસભા/રાજયસભાના સભ્યો સાથે તા.૦૬૦૧/૨૦૨૩ ના રોજ અમદાવાદ ખાતે માન.જનરલ મેનેજરશ્રી વેસ્ટર્ન રેલ્વે મુંબઈ સાથે ગુજરાતના રેલ્વેના મહત્વના પ્રશ્નોની ચર્ચાવિચારણા કરવા મીંટીંગનું આયોજન કરવામાં આવેલ હતું, ઉપરોકત મીટીંગમાં અને વિષયના અનુસંધાનમાં ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. જેમાં
વડોદરા-ડભોઈ અને બોડેલી નેશનલ હાઈવે નંબર-૫૬ ની વચ્ચે આવતી રેલ્વે ફાટકો જેવી કે,વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં પલાસવાડા ફાટક નંબર–૨૦ તેમજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ઢોકલીયા (બોડેલી) ફાટક નંબર-૬૫ આવેલી છે. જેની ઉપર રોડ ઓવરબ્રીજ (આરઓબી) બનાવવા ઘણા લાંબા સમયથી લોકોની અને વાહન ચાલકોની માંગણી કરવામાં આવેલી છે. તે બાબતે રાજય સરકાર તરફથી અને ગુજરાત સરકારના બાંધકામ વિભાગ ગાંધીનગર તરફથી ઓવરબ્રીજ બનાવવા હૈયાધારણા આપવામાં આવેલ હતી.પરંતુ આજદિન સુધી સરકારશ્રી તરફથી અને વેસ્ટર્ન રેલ્વે વિભાગ તરફથી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી.જે દુઃખદ બાબત છે.આ રોડની ફાટકો ઉપર ઓવરબ્રીજ બનાવવા માટે માન,જનરલ મેનેજરશ્રી વેસ્ટર્ન રેલ્વે મુંબઈ તરફથી લેખિત જાણ કરવામાં આવેલ છે કે,ઉપરોકત બન્ને ઓવરબ્રીજની કામગીરી ગુજરાત સરકાર અને બાંધકામ વિભાગ ગાંધીનગરને કરવાની થાય છે. જેની વિગત નીચે મુજબ છે.
૧) પલાસવાડા ફાટક નંબર–૨૦ ની વિગત. જનરલ મેનેજરશ્રી વેસ્ટર્ન રેલ્વે મુંબઈ તરફથી પલાસવાડા ફાટક નંબર–૨૦નો ઓવરબ્રીજ બનાવવા માટે ગુજરાત સરકાર અને વેસ્ટર્ન રેલ્વે, ડી.આર.એમ. વડોદરા તરફથી તા.૨૯/૧૦/૨૦૨૨ ના રોજ એગ્રીમેન્ટ સાઈન કરવામાં આવેલ છે. જેમાં જણાવ્યા મુજબ રોડ ઓવરબ્રીજ ગુજરાત સરકારના બાંધકામ વિભાગ, ગાંધીનગર તરફથી કરવાની મંજુરી મળેલ છે. પરંતુ અત્યાર સુધી કોઈ કામગીરીની શરૂઆત કરવામાં આવેલ નથી.
૨) ઢોકલીયા(બોડેલી) ફાટક નંબર – ૬૫ ની વિગત. જનરલ મેનેજરશ્રી વેસ્ટર્ન રેલ્વે મુંબઈ તરફથી ઢોકલીયા(બોડેલી) ફાટક નંબર-૫ નો ઓવરબ્રીજ બનાવવા માટે ગુજરાત સરકાર અને વેસ્ટર્ન રેલ્વે, ડી.આર.એમ. વડોદરા તરફથી તા.૨૯/૧૦/૨૦૨૨ ના રોજ એગ્રીમેન્ટ સાઈન કરવામાંં આવેલ છે. જેમાં જાવ્યા મુજબ રોડ ઓવરબ્રીજ ગુજરાત સરકારના બાંધકામ વિભાગ, ગાંધીનગર તરફથી કરવાની મંજુરી મળેલ છે. પરંતુ અત્યાર સુધી કોઈ કામગીરીની શરૂઆત કરવામાં આવેલ નથી.
ઉપરોકત બન્ને રોડ ઓવરબ્રીજ ખુબ જ મહત્વના છે. ત્યાં રેલ્વે ફાટકની બન્ને સાઈડ પર ટ્રેન પસાર થાય, ત્યારે વાહનોની લાંબી લાઈનો લાગે છે. અને ટ્રાફીકની મોટી સમસ્યા ઉભી થાય છે. અને અકસ્માત થવાની પણ સંભાવના વર્તાય છે. તેવા સંજોગોમાં માન.જનરલ મેનેજરશ્રી વેસ્ટર્ન રેલ્વે મુંબઈને વારંવાર રજુઆતો કરતાં ઉપરના બન્ને રોડ ઓવરબ્રીજ મંજુર થયેલાનું જણાવે છે. છતાં રાજય સરકાર તરફથી કોઈ પણ કામગીરીની શરૂઆત કરવામાં આવેલ નથી. અને તેના માટેની કેટલી રકમની ફાળવણી કરવામાં આવેલ છે ? તેની પણ માહીતી અત્રે ઉપલબ્ધ નથી. જેથી બાંધકામ વિભાગ ગાંધીનગરના વરીષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચાવિચારણા કરી તાત્કાલિક ઓવરબ્રીજ બનાવવાની સુચના આપવા જણાવું છું. ઉપરોકત પરિસ્થિતિની ગંભીરતાપૂર્વક નોંધ લઈ તાત્કાલિક બન્ને ફાટકો ઉપર રોડ ઓવરબ્રીજ બનાવી ટ્રાફીકની સમસ્યા હલ કરવા રાજ્ય સભાના સાંસદ નારણ રાઠવાએ પત્ર લખી વિનંતી કરી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
