Gujarat

બનાસકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ નાં લીધે અંબાજી પાલનપુર હાઇવે વચ્ચે ભેખડાઓ રોડ વચ્ચે ધસી આવ્યા*

દેશભરમાં વરસાદ ની ધમાકેદાર શરૂઆત થઈ છે. જેને લઈને દેશના મોટાભાગે વરસાદે તાંડવ મચાવ્યો છે. તો દેશના પહાડી વિસ્તાર હોય કે પછી કોઈપણ શહેર કે ગામ માં ભારી વરસાદ ના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં પણ અનેકો જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે નદી નાલાઓ સહિત મુખ્ય માર્ગો પર પાણી વહેતા જોવા મળી રહ્યા છે. જેને લઈને અનેકો લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે.તો અનેકો પહાડી વિસ્તારો મા ભેખડાઓ ધસી આવવા નાં કારણે લોકો ને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વાહન ચાલકો પણ અમુક જગ્યાએ અટવાયા છે.
દાતા તાલુકા મા સતત વરસી રહેલા વરસાદના કારણે ઠેર ઠેર જગ્યાએ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. ત્યારે અંબાજી પાલનપુર હાઇવે વચ્ચે અનેકો હાઇવે માર્ગ પર પાણીનો ભરાવો પણ જોવા મળી રહ્યો છે. તો સાથે સાથે અમુક  હાઇવે માર્ગ પર આવેલા સાઈડ મા પહાડો થી ભેખ્ડાઓ પણ રોડ વચ્ચે ધસી આવવા ની ધટનાઓ સામે આવી રહી છે. જેને લઈને અનેકો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો સાથે સાથે પાણીનો ભરાવો અને ભેખડાઓ ધસી આવવાના કારણે વાહન ચાલકો ને નુકસાન સર્જાવા ની ભીતિ સર્જાઈ રહી છે. આજે દિવસ ભર દાંતા અને આજુબાજુના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેકો નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે. જેથી લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20230730-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *