જામનગર
એક તરફ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે, ત્યારે જામનગરના સપડા ડેમમાંથી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. સપડા ગામ નજીક સપડા ડેમમાં નાહવા પડેલા પાંચ લોકો ડૂબ્યા હોવાની વાત સામે આવી છે. આ દુર્ઘટનામાં બે મહિલા અને બે પુરુષોના મોત નિપજ્યા છે. જ્યારે પાણીના ડુબેલા એક વ્યક્તિની હજુ શોધખોળ ચાલું હતી. પરંતુ છેલ્લે મળતી માહિતી પ્રમાણે, પાંચેય લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ, ૧૦૮ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાંચેય મૃતદેહ બહાર કાઢીને પી.એમ. અર્થે ખસેડાયા છે. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કરવાની કામગીરી શરુ કરી હતી. ફાયર વિભાગે ૫ વ્યક્તિના મૃતદેહ બહાર કાઢ્યા છે. જાે કે, હજુ પણ એક વ્યક્તિની શોધખોળ પાણીમાં કરવામાં આવી રહી હતી. ૫ લોકોના અચાનક મોત થતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તો બીજી તરફ નદી કાંઠે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આમ એક જ પરિવારના પાંચ લોકોના અચાનક મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. એક જ પરિવારના ત્રણ સહિત પાંચ લોકોના મોત થતાં કચ્છી ભાનુશાળી અને સિંધિ ભાનુશાળી પરિવારમાં માતમ છવાયો છે. ફરવા ગયેલા પરિવારજનો પરત ન ફરતાં સ્વજનો પર આભ ફાટી પડ્યું છે. દુર્ઘટનાની જાણ થતાં તેમના ઘરે સ્વજનો સહિતના લોકોના ટોળા વળ્યા હતા.


