વડોદરા
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લસુન્દ્રા ગામ પાસે આવેલ પાઠશાલા નામની હોસ્ટેલમાં ૧૫ વર્ષીય વિદ્યાર્થિનીનું મોત થયું છે. વિદ્યાર્થિનીના મોતના પગલે હોસ્ટેલમાં અરેરાટી મચી જવા પામી છે. અગમ્ય કારણોસર વિદ્યાર્થિનીનું મોત થતા સૌ કોઈ ચિંતામાં પડી ગયા છે. ધોરણ ૧૦ માં ભણતી વિદ્યાર્થિનું મોત થતા અનેક સવાલો ઉઠ્યા છે. મૃતક વિદ્યાર્થિની પાઠશાલા નામની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી અને તે મૂળ રાજસ્થાનના બાંસવાળા રહેવાસી છે. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ મંજુસર પોલીસે અક્સ્માતે મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતદેહને પીએમ અર્થે સાવલીના જન્મોત્રી સરકારી દવાખાને ખસેડાયો છે.


