જામનગર એસ.ટી.બસ ના રૂટ રાજકોટ થી જામનગર તરફ જતી હતી. બસ નંબર 8725.રાજકોટ થી બસ 19.25 મિનિટે ઊપડી હતી. તેમાં મુસાફરી કરી રહેલા મુસાફર નો એક અગત્યનો થેલો બસ માં ભુલી ગયા હતા. જે થેલો બસ ના કન્ડક્ટર કમ ડ્રાયવર કરશનભાઇ સૌંદરવા ને મળ્યો હતો .અને તેમને ટ્રાફિક કન્ટ્રોલ માં ફરજ બજાવતા નવીનભાઈ હરવડા પાસે જમા કરાવેલ છે. અને થેલા ની ખરાઈ કરવામાં આવી હતી. જેમાં થેલા માંથી જરૂરી કાગળ મળ્યા હતા. તેમાં મૂળ માલિક નું નામ ફોન નંબર મળી આવતા. તરતજ તેમને જાણ કરવામાં આવી હતી. અને એસ.ટી.ડેપો જામનગર ખાતે રૂબરૂ બોલાવી ને મૂળ માલીક ને થેલો પરત કરવામાં આવ્યો. અને મૂળ માલિક દ્વારા બસના કન્ડક્ટર કમ ડ્રાયવર નો ખુબ ખુબ આભાર માન્યો હતો. અને એસ.ટી.ના સ્ટાફનો આવી વફાદારી મુજબ નું ઉમદા કાર્ય કરવા બદલ ધન્યવાદ આપ્યા હતા……………………..
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ ::હડિયાણા………..


