Gujarat

કિચન ગાર્ડન પ્રકારની પ્રવૃત્તિમાં રસ ધરાવતા લોકો માટે છે ઉત્તમ તક

જામનગર જિલ્લાના તમામ નાગરિકો પોતાના કુટુંબની જરૂરિયાત પ્રમાણે તેમજ પોતાના સ્વાસ્થ્યની
જાળવણી કરવા માટે હાનિકારક રસાયણ રહિત સીઝનના તાજા શાકભાજી પોતાના ઘર આંગણે ઉગાડી શકે તેમજ આખા વર્ષ
દરમિયાન ઘરે બેઠા પોષણક્ષમ આહાર મળી રહે તે માટે કિચન ગાર્ડન બનાવી શકે છે. પોતાના ઘરની આસપાસ ખુલ્લી જમીન,
છત કે બાલ્કનીમાં વિવિધ પ્રકારના શાકભાજી જેવા કે ભીંડા, ટમેટાં, રીંગણાં, મરચાં, વાલોળ, પાપડી, ચોળી, તુરીયા, ગલકા,
દૂધી, કાકડી, મેથી અને ધાણા વગેરેનું વાવેતર કરી શકે તે માટે જામનગર નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા
શાકભાજીના બિયારણ રૂ. 5 પ્રતિ પેકેટ અને સેન્દ્રીય/ઓર્ગેનિક ખાતરનું રૂ. 10 પ્રતિ પેકેટના ટોકન દરે વિતરણ કરવામાં આવી
રહ્યું છે.
જેથી, કિચન ગાર્ડન પ્રકારની પ્રવૃત્તિમાં રસ ધરાવતા નાગરિકોએ કેનિંગ અને કિચન ગાર્ડન વિભાગ, નાયબ બાગાયત
નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન- 4, પહેલો માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર ખાતે રૂબરૂ સંપર્ક સાધી
શકાશે. આ અંગે, વધુ માહિતી મેળવવા માટે અત્રેની કચેરીના ફોન નં.૦૨૮૮-૨૫૭૧૫૬૫ પર સંપર્ક કરવા માટે નાયબ
બાગાયત નિયામકશ્રી હિતેશ પટેલ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *