Gujarat

ઓથોરિટી લેટર ધરાવતા એજન્ટની અધિકૃતતાની પુરતી ખરાઈ કર્યા બાદ વ્યવહાર કરવા  

પોસ્ટ ઓફિસની નાની બચત યોજના હેઠળની મહિલા પ્રધાન ક્ષેત્રિય બચત યોજના જેને MPKBYતરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે આ યોજનાના ખાતાધારકો-રોકાણકારો માટે અગત્યની સૂચના બહાર પાડવામાં આવી છે. જે મુજબ પાંચ વર્ષીય રિકરીંગ યોજના હેઠળ પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલવા માટે ફક્ત મહિલાઓને જ એજન્ટ તરીકે અધિકૃત કરવામાં આવે છે. જેથી ઓથોરિટી લેટર ધરાવતા એજન્ટની પુરતી ખરાઈ કર્યા બાદ આ યોજના હેઠળ ખાતુ ખોલાવવા બદલ સંબંધિત ખાતાધારકે મહિલા એજન્ટ પાસેથી એજન્ટની સહી વાળું નિયત એસલાસ-૫ કાર્ડ અસલમાં મેળવવું તેમજ નાણા સોપ્યા બદલની સહીનાણા આપવામાં આવે ત્યારે તુર્ત જ કરાવી લેવી. બાદ નાણા જમા થયા છે કે કેમ તે બાબતે દર માસે પાસબુકમાં એન્ટ્રી કરાવી ખાતરી કરી લેવી.

      આ યોજના માટે પાંચ વર્ષીય રિકરીંગ યોજના હેઠળ પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલવા માટે ફક્ત મહિલાઓને જ એજન્ટ તરીકે અધિકૃત કરવામાં આવે છે તેમજ વખતોવખત MPKBY હેઠળ આપવામાં આવેલ એજન્સી યોગ્યતાના આધારે રીન્યુ કરી આપવામાં આવે છેઆ તમામ મહિલા એજન્ટોને તેઓના ફોટા સાથેના અધિકૃત સરકારશ્રીના સહી સિક્કાવાળો ઓથોરિટી લેટર આપવામાં આવે છે. આ ઓથોરિટી લેટર ધરાવતા એજન્ટ પોતે જ જાતે કામગીરી કરવાની રહે છેઅન્ય વ્યક્તિને એજન્સી વાપરવા આપવાના કિસ્સામાં નિયમોનુસાર એજન્સી રદ કરવાની થાય છે.

    પોસ્ટ ઓફિસની નાની બચત યોજનામાં રિકરીંગ ખાતું ખોલાવવા ઈચ્છિત વ્યક્તિએ સંબંધિત મહિલા એજન્સની એજન્સી હાલ કાર્યરત છે કે કેમ અથવા રીન્યુ થયેલ છે કે નહીં તે અંગે પૂરતી ચકાસણી તપાસ કરી બાદ યોજનામાં નાણા આપવા. અનઅધિકૃત વ્યક્તિને એટલે કે અધિકૃત એજન્ટ સિવાયની વ્યક્તિને નાણા સોંપેલ હશે કે પાસબુકમાં કોઈ ગેરરીતી થયેલ હશે તો તે સંબંધેની જવાબદારી સરકારશ્રીની રહેશે નહીં જેની MPKBY હેઠળના તમામ ખાતાધારકોએ ખાસ નોંધ લેવી.

     પોસ્ટ ઓફિસ રિકરીંગ યોજના સિવાયની પોસ્ટ ઓફિસની અન્ય જુદી જુદી યોજનાઓમાં રોકાણ કરનાર વ્યક્તિએ ચેક કે નાણાં સોંપતી વખતે અધિકૃત એજન્ટ છે કે કેમ તેની ખાતરી કરી નિયત નમુના નમૂનાની પહોંચ મેળવ્યા બાદ જ નાણાં સોંપવા જે અંગેની દરેક રોકાણકારો- ખાતાધારકોએ નોંધ લેવા એક યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *