Gujarat

 વંથલી નગર પંચાયત  સંચાલિત હાઇસ્કુલ માં પાણી પડતું હોવાની ઉઠી રાવ : કીમતી ફર્નિચર બગડતું હોવા છતાં નીંભર તંત્ર ઘોર નિંદ્રામાં 

વધુ એક શાળામાં પાણી ટપકતું હોવાની ઉઠી ફરિયાદ
પ્રિન્સિપાલ પણ આ બાબતે મીડિયા સાથે વાતચીત કરવા પર મોન
વંથલી નગર પંચાયતના દ્વારા વંથલી શહેરના ખાનગી માલિકીની જર્જરિત ઇમારતોને નોટિસ પાઠવી છે પરંતુ પોતાની સંસ્થા દ્વારા જ સંચાલિત હાઈસ્કૂલને નોટિસ આપવાનું તો ઠીક પણ આ સંકુલની દરકાર કરવાનું પણ ભૂલી ચૂક્યા હોવાનું દેખાઈ રહ્યું છે, વંથલી નગર પંચાયત સંચાલિત હાઈસ્કૂલના પ્રથમ માળના તમામ વર્ગખંડો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે કારણ પૂછતા અને મીડિયાએ જાત તપાસ કરતા તમામ વર્ગખંડોમાં પાણી પડતું હોવા ઉપરાંત કીમતી ફર્નિચર આ પાણીમાં પલળતું હોવાનું દ્રશ્યમાન થયું હતું, જ્યારે શાળાના ગ્રાઉન્ડમાં કે જ્યાં વિદ્યાર્થીઓ રમત ગમતના મેદાન તરીકે ઉપયોગ કરે છે તેવા મેદાનમાં કંડમ ફર્નિચરના ઢગલાઓ ઉપરાંત ગંદકીના ગંજ અનેક જગ્યાએ જોવા મળ્યા હતા, આ અંગે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ નો સંપર્ક કરતા પ્રિન્સિપાલે ગોળ ગોળ જવાબો આપી પોતાની કોઈ ફરજ ન હોય તેવો અહેસાસ વ્યક્ત કર્યો હતો ત્યારે નગરપાલિકા ચીફ ઓફિસર અને વહીવટદાર તરીકે મામલતદાર શ્રી ને વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહે ધ્યાન દોરી વિદ્યાર્થીઓના હિતમાં સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા ભારપૂર્વક જણાવ્યું હતું
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20230801_180926.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *