Gujarat

સુરેન્દ્રનગરમાં એક લૂંટ અને મારામારીના આરોપીને પોલીસે ગામમાં ફેરવ્યો

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં એક લૂંટ અને મારામારીના આરોપીને પોલીસે ગામમાં ફેરવ્યો હતો. ગામમાં ફેરવતા લોકોના ટોળા એકઠા થયા હતા. લીમડી ડિવિઝનના ડીવાએસપીના માર્ગદર્શન હેઠળ વઢવાણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે ઝડપેલા લૂંટ અને મારામારીના ગુનાના આરોપીને ચોકડી ગામમાં લઈ આવી હતી. જ્યા આરોપી મહાવીરસિંહ સિંધવે એક વર્ષ અગાઉ લૂંટ અને મારામારી કરી હતી.આરોપી મહાવીરસિંહને પોલીસે કોન્સ્ટેબલના ઘેરા વચ્ચે રાખીને હાથ પકડીને ચાલતા જ રસ્તા પર ફેરવતા લોકોના ટોળા એકઠા થયા હતા. લગભગ ૧૫ જેટલી મહિલા પોલીસ કોન્સ્ટેબલોએ આરોપી મહાવીરસિંહને હાથ પકડીને રસ્તાઓ પર ફેરવતા દ્રશ્યો જાેવા મળ્યા હતા. આરોપીએ લૂંટ વખતે લાયસન્સ ધરાવતુ હથિયાર ઉપયોગમાં લીધુ હતુ અને તેને વઢવાણના એક કારખાનામાં સંતાડી દીધુ હતુ. જેને શોધવા માટે આરોપીને લઈ પોલીસ વઢવાણ જેતે કારખાના પર પહોંચી હતી.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *