જૂનાગઢમાં નારી વંદન ઉત્સવ અન્વયે આવતી કાલે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી થશે.
નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી તા. ૪ ના રોજ જૂનાગઢ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સવારે ૧૧ કલાકે યોજાનાર છે. જેમાં વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ કરતી અગ્રેસર મહિલાઓનું સન્માન કરવામાં આવશે.
