લીલીયા તાલુકા ના ક્રાકચ ખાતે ગુજરાત સરકારના માનનીય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા નું તેમજ અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત નું તેમના નિવાસ્થાન ક્રાકચ ખાતે સન્માન રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગ સંગઠન પરિવાર દ્વારા કરવામાં આવેલ જેમાં અધ્યક્ષ વિજયભાઈ મકવાણા સંજયભાઈ વાઘેલા તથા લીલીયા શૈક્ષણિક મહાસંઘ તાલુકા મંત્રી અજયભાઈ દવે (ભરાડ)આશિષભાઈ ચોહાણ તથા મનીષભાઈ ધામત તેમજ ટીપીઓ મકવાણા સાહેબ બી આર સી. સી આર સી અભિષેકભાઈ ઠાકર સહિતના શિક્ષકો ઉપસ્થિત રહી મોમેન્ટો અને સાલથી સન્માન કરેલ અને તાલુકાના શિક્ષકોના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલ ત્યારે પ્રફુલભાઈ પાનસેરીયા તેમજ વિપુલભાઈ દુધાત દ્વારા ખૂબ જ હકારાત્મક તાથી ઉમળકાભેર પ્રતિસાદ આપેલ આ વતિ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ શિક્ષણ મંત્રી નો આભાર માને છે તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


