મોરબી
ગુજરાતમાં દારૂબંધી છે. તેમ છતાં ગુજરાતમાં દારૂ વેચાતા હોવાના બનાવો સામે આવતા હોય છે. તો આ બધાની વચ્ચે મોરબી જિલ્લાના હળવદના એક બુટલેગર અને ઁજીૈં વચ્ચે રૂપિયાની લેવડ-દેવડનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં બુટલેગર હળવદ ડી સ્ટાફને ૨૫ હજારનો હપ્તો અને જમાદારને ૧૫ હજારનો હપ્તો આપતો હોવાનો ઉલ્લેખ છે. વાતચીત કરનાર ઁજીૈંના નામે પણ કોઈને ૧૦ હજાર આપ્યાની ઓડિયોમાં વાતચીત છે. ત્યારે આ સમગ્ર વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. તેમજ આ વાયરલ ઓડિયો ક્લિપ એક-બે મહિના પહેલાની હોવાનું પણ અનુમાન છે.


