દેવભૂમિ દ્વારકા
ખંભાળિયા શહેરમાંથી આયુર્વેદિક સીરપની બોટલોમાં આલ્કોહોલ મળવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. આ સીરપ અમદાવાદ નજીક ચાંગોદરની એક ફેક્ટરીમાં બનતી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં સામે આવેલી માહિતી મુજબ, અમદાવાદના એક શખ્સે ચાંગોદરમાં ફેક્ટરી ખોલીને આ ફેક્ટરીમાં આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક દવા બનાવતો હતો અને આ નશીલી દવા રાજ્યના અલગ-અલગ જિલ્લામાં મોકલતો હતો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, દેવભૂમિદ્વારકાની ન્ઝ્રમ્એ ખંભાળિયાના જાેધપુર ગેટ વિસ્તારમાં આવેલી એક ટ્રકમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાંથી કાલ મેઘસવા નામની સીરપની ૪ હજાર બોટલ મળી આવી હતી. આ સીરપની તપાસ કરતા ધ્યાને આવ્યું કે આતો સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત સીરપ છે. ત્યારબાદ પોલીસે ૬ લાખની સીરપ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે સીરપ કબજે કર્યા બાદ વધુ તપાસ કરી તો ચોંકવનારા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ખોટા દસ્તાવેજ ઉભા કરીને ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી અને સીરપ બનાવવાની મંજૂરી લેવામાં આવી હતી. આ મામલે પોલીસે તપાસ બાદ દેવભૂમિદ્વારકાના ભાણવડ તાલુકાના વતની અને હાલ અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતા ભરત નકુમ નામના યુવકની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો હતો. રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં પોલીસે આરોપી પાસેથી કેટલીક માહિતી મેળવી હતી. ફેક્ટરી પરથી વધુ ૧૨ લાખનો મુદ્દામાલ સાથે ૮૪૦ લીટર આલ્કોહોલ મળી આવ્યો છે. આરોપીઓએ આપેલી માહિતી મુજબ, આલ્કોહોલ, સિટ્રિક એસિડ, સ્વીટનર, ફ્લેવર એટલે કે, ફ્રુટ બિયરને પાણીમાં ભેળવીને આ આયુર્વેદિક દવા તૈયાર કરવામાં આવતી હતી. ત્યારબાદ મશીન મારફતે બોટલને સીલ બંધ કરવામાં આવતી હતી. ત્યારબાદ સૌરાષ્ટ્ર, કચ્છ, અમદાવાદ સહિતના અનેક વિસ્તારમાં ગેરકાયદે બિલ બનાવી ખોટા ય્જી્ નંબર નાખીને બજારમાં વેચી દેવામાં આવતી હતી. હાલ આ મામલે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.


