Gujarat

કોટવાલ વાડી વિસ્તારમાં સર્વે સમાજની બહેનો દ્વારા અધિક માસની ઉજવણી કરાઇ

આ વર્ષે 19 વર્ષ બાદ 2 શ્રાવણ માસ આવ્યા
નંદ મહોત્સવનું પણ બહેનો દ્વારા કરાયું આયોજન
જુનાગઢ જિલ્લાના વંથલી શહેર ખાતે આવેલ કોટવાલ વાડી વિસ્તારમાં સર્વે સમાજની બહેનો દ્વારા અધિક માસની ઉજવણી કરવામાં આવી હતી. અને ગઈકાલે નંદ મહોત્સવ નું પણ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં બહેનોએ જણાવ્યું હતું કે પુરુષોત્તમ માસ 3 વર્ષમાં એક વાર આવે છે.આ વર્ષે 19 વર્ષ બાદ 2 શ્રાવણ માસ આવ્યા છે. પ્રથમ માસને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. અને ખુદ ભગવાને પણ આ માસને પોતાના નામ સાથે જોડ્યો હતો. આ માસ ધાર્મિક અને પુણ્ય કાર્ય કરવા માટે સર્વોત્તમ હોય છે. વધુમાં જણાવ્યું હતું કે માનવામાં આવે છે કે પુરુષોત્તમ માસ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. બીજી તરફ મહિલાઓ આ આખો મહિનો સૂર્યોદય પહેલા સ્નાન કરે છે. ઉપવાસ અને દાન પૂજા કરે છે. આ માસમાં માટીના ગોરમાં બનાવીને તેની પૂજા અર્ચના,આરતી, રાસ, ધોળ ગાઇને સત્સંગ કરવામાં આવે છે.તેવું બહેનોએ મીડિયા સાથે ની વાતચીતમાં જણાવ્યું હતું.
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20230808_202957.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *