Gujarat

રાણપુર પોલીસે જુગાર રમતા તત્વો સામે લાલ આંખ કરી… રાણપુર તાલુકાના અલમપુર ગામેથી જુગાર રમતા ૯ શકુનીઓ ઝડપાયા,૧ ફરાર…

પોલીસે રોકડા રૂ.૩૧,૨૩૦ એપલ નો આઈફોન રૂ.૨૫,૦૦૦ મળી કુલ રૂ.૫૬,૨૩૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો…
ભાવનગર રેન્જ IG ગૌતમ પરમાર તથા બોટાદ જીલ્લા SP કીશોર બળોલીયા તથા DYSP મહર્ષિ રાવલ દ્વારા જીલ્લામાં દારૂ-જુગાર ની ગેરકાયદેસર ચાલતી પ્રવૃતી બંધ કરવા સુચના આપેલ હોય જેને લઈ રાણપુર પોલીસ સ્ટેશનના PSI એસ.જી.સરવૈયા,ASI દશરથભાઈ કમેજળીયા તથા અજીતસિંહ બારડ,નરેશભાઈ પાપોદરા,ધર્મેન્દ્રભાઈ પચ્છમીયા,નિલેશભાઈ નાગરભાઈ સહીતના પોલીસ સ્ટાફે બાતમી ને આધારે રાણપુર તાલુકાના અલમપુર ગામે રશીકભાઈ રાઘવભાઈ ઝાલા ના ઘર પાસે રેઈડ પાડતા સ્ટ્રીટ લાઈટના અંજવાળે કેટલા ઈસમો તીનપત્તી નો પાના અને પૈસા વડે હારજીત નો જુગાર રમતા પોલીસના હાથે ઝડપાય ગયા હતા.પોલીસે જુગાર રમતા ઈસમો ઉપર રેઈડ કરતા અફડા તફડી મચી ગઈ હતી.પોલીસે જુગાર રમતા ૧૦ ઈસમોમાંથી ૯ ને ઝડપી પાડ્યા હતા જ્યારે એક ઈસમ પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો.રશીકભાઈ રાઘવભાઈ ઝાલા રહે.અલમપુર,રશીકભાઈ લધુભાઈ ઝાલા રહે.અલમપુર,અશ્વીનભાઈ ગોરધનભાઈ સાંકળીયા રહે.અલમપુર,બાબુભાઈ લવજીભાઈ મકવાણા રહે.બોડીયા,અતુલભાઈ જીલુભાઈ કબીરા રહે.નાગનેશ,રમેશભાઈ હીરાભાઈ બાવળીયા રહે.ચંદરવા,રામસીંગ સોબરનસીંગ ચૌહાણ રહે.બોટાદ,કીરનભાઈ માવજીભાઈ કુકડીયા રહે.ભદ્રાવડી,કેવલભાઈ રશીકભાઈ ઝાલા રહે.અલમપુર વાળા ને ઝડપી પાડ્યા હતા જ્યારે સુરેશભાઈ દેવકુભાઈ ખાચર રહે.ચંદરવા પોલીસ ને જોઈને નાશી છૂટ્યા હતા.પોલીસે આ તમામ જુગારીઓ વિરૂધ્ધ રાણપુર પોલીસ મથકમાં જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની તપાસ PSI એસ.જી.સરવૈયા ચલાવી રહ્યા છે.રાણપુર પોલીસે જુગાર રમતા ઈસમો ઉપર રેઈડ કરતા જુગાર રમતા તત્વોમાં હાલ ફફડાટ ફેલાઈ ગયો છે..

IMG-20230809-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *