Gujarat

નાગરિકો આ ઐતિહાસિક અભિયાનનો ભાગ બની સેલ્ફી લઈ વેબસાઈટ https://merimaatimeradesh.gov.in/step પર અપલોડ કરી શકશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. ત્યારે આ વર્ષની ઉજવણીની થીમ માટી સાથે સંકળાયેલી છે. “મારી માટીમારો દેશ” અભિયાન અંતર્ગત સમગ્ર દેશ માતૃભૂમિને વંદન કરશે. સાથે સાથે માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોની વંદના કરશે.

 

જૂનાગઢ જિલ્લામાં પણ ૯મી ઓગસ્ટથી મારી માટીમારો દેશ‘ ‘માટીને નમનવીરોને વંદન‘ અભિયાનનો પ્રારંભ થશે. ત્યારે જિલ્લાના નાગરિકો માટીની સાક્ષીએ પંચ પ્રણ લઈને સેલ્ફી લેશેજેને વેબસાઈટ પર અપલોડ કરીને દેશની એકતામાં સૂર પૂરાવી શકે છે.

 

આ ઐતિહાસિક ઉજવણીને યાદગાર બનાવવા જૂનાગઢ જિલ્લાના સૌ નાગરિકો હાથમાં મુઠ્ઠીભર માટી લઈ પ્રતિજ્ઞા લેતા સેલ્ફી લઈ વેબસાઈટ પર અપલોડ કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

        તમામ નાગરિકો પ્રતિજ્ઞા લઇ સેલ્ફી ક્લિક કરે અને https://merimaatimeradesh.gov.in/step  વેબસાઈટ પર અપલોડ કરે તથા  આ અંગેની વધારાની વિગતો https://yuva.gov.in/  વેબસાઇટ પર મળી રહેશે.

તા. ૦૯ ઓગસ્ટથી શરૂ થયેલ  આ કાર્યક્રમ દરમિયાન તમામ નાગરિકોને આઝાદીના અમૃત મહોત્સવના પંચ પ્રણની પ્રતિજ્ઞા લેવડાવામાં આવશે અને સહભાગીઓ આ પ્રતિજ્ઞા હાથમાં માટીના દીવડા લઈને કરશે. નાગરિકો પોતાની સેલ્ફીઆ અભિયાનની વેબસાઈટ https://merimaatimeradesh.gov.in/step  પર અપલોડ કરી શકશે અને પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકશે. નાગરિકો પોતાના ગામમાંતાલુકા અને શહેરમાં યોજાનાર કાર્યક્રમમાં જોડાઈ સેલ્ફી સ્ટેન્ડ પાસે દીવો લઈને સેલ્ફી ક્લિક કરી આ વેબસાઈટ પર અપલોડ કરી રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ દર્શાવી શકે છે. આ અંગેની વિગતો  https://yuva.gov.in/  વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *