Gujarat

માણાવદર તાલુકાના મીતાણા, પીપલાણા સહિતના ગામોમાં મારી માટી મારો દેશ અભિયાનની ઉજવણી યોજાઈ

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ૧૦ ગામોમાં મારી માટી મારા દેશ અભિયાનની ઉત્સાહભેર ઉજવણી યોજાઈ હતી.

માણાવદર તાલુકાના મીતાણા, પીપલાણા, આંબલીયા, એકલેરા, બોડકા, બુરી, ભીંડોરા, ચુડવા, ચિખલોદરા, ખખાવી, અને સીતાણા ગામે આઝાદી કામૃત મહોત્સવ અંતર્ગત મારી માટે મારો દેશ અભિયાનની ઉજવણી યોજાઇ હતી.

મારી માટી, મારો દેશ‘ કાર્યક્રમ અંતર્ગત અમૃત સરોવર, શાળા સહિતનાં સ્થળોએ શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક પથ્થરની તકતી-શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોએ હાથમાં માટી અને માટીનો દીવો રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી.

વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત પંચાયત દીઠ ૭૫ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *