Gujarat

અમદાવાદની વટવા કાશીબા હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલા અને બાળકનું મોત

અમદાવાદ
અમદાવાદના વટવાની કાશીબા હોસ્પિટલની લાપરવાહી સામે આવી છે. અમદાવાદની વટવા કાશીબા હોસ્પિટલમાં મહિલા અને બાળકનું મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર પ્રસુતિ દરમિયાન મહિલા અને બાળકનું મોત થયું છે. હોસ્પિટલમાં ડૉક્ટર વિના જ નર્સ ડિલીવરી કરતી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. પ્રસુતિ દરમિયાન નર્સની બેદરકારીના કારણે મહિલા-બાળકનું મોત થયાનો આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ વડોદરા જિલ્લાના સાવલીની સાંઈ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી હતી. એક પ્રસૂતાનું સારવાર દરમિયાન મોત થતા તેના પરિવારજનોએ હોબાળો કર્યો હતો. ઘટના કઇક એવી હતી કે ૧૦૮ મારફતે સ્વજનો પ્રસૂતા સોનલ પાટણવાડીયાને સાવલીની સાંઇ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબ આવે તે પહેલા જ બે નર્સે સિઝર કરીને ડીલીવરી કરી હતી.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *