Gujarat

છોટાઉદેપુર તાલુકાના રોજકુવા ગામે પાણી પુરવઠા યોજનાના અધિકારીઓ દ્વારા ગો ચાર ની જમીનમાં ટાંકીનું બાંધકામ કરતા ગ્રામજનોએ પાણી પુરવઠા મંત્રીને ઘેરો ઘાલી આક્રમક રજુઆત કરતો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ 

છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા આવ્યા હતા મંત્રી પેહલા કવાંટ તાલુકાના સખાન્દ્રા ગામે પાણી પુરવઠા યોજનાનું નિરીક્ષણ કર્યું હતું ત્યાર બાદ રામી ડેમનું નીરક્ષણ કર્યું હતું અને પછી છોટાઉદેપુરના રોજકૂવા ગામે પાણી પુરવઠા યોજના 55 કરોડના ખર્ચે બની રહેલી ટાંકીનું નિરક્ષણ કરવા ગયા હતાં ત્યાં રાત્રે ગ્રામજનો અને સરપંચ ભેગા મળી રજૂઆત કરી કે પાણી પુરવઠા યોજના અધિકારીઓ પાણીની ટાંકી તેમજ પંપ રૂમ સહિત અન્ય કામગીરી કરી છે તે ગોચર ની જમીનમાં બાંધકામ કર્યું છે જેને લઈ ગ્રામજનોએ પાણી પુરવઠા મંત્રીને આક્રમક રજુઆતો કરી હતી જેને લઇ મંત્રીએ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખને ગ્રામજનોની સમસ્યા ઉકેલવા માટે ની જવાબદારી સોંપી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *