Gujarat

છોટાઉદેપુર જિલ્લાના પરવેટા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને તેઓની પત્ની સાથે દિલ્લી ખાતે ધ્વજ વંદનના કાર્યકમમાં પોહ્ચવા માટે તંત્ર દ્વારા ફ્લાઇટની ટિકિટ આપવામાં આવી સરપંચે લુણાન્દ્રા ગામમાં જલ જીવન મિશન અંતર્ગત સારી કામગીરી કરતા તેઓની પસંદગી છોટાઉદેપુર જિલ્લામાંથી થઇ 

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં પરવેટા જૂથ ગ્રામ પંચાયત આવેલી છે સંખેડા તાલુકામાં સૌથી મોટી 16 ગામોની ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયતની વસ્તી 8500 જેટલી છે અને સરપંચ લુણાન્દ્રા ગામના ચૂંટાયેલા છે તેઓ લુણાન્દ્રા ગામે જળ અને જીવન અંતર્ગત (નલ સે જલ) યોજનામાં ઘરે ઘર પાણી પહોચાડ્યું અને ગુણવતા વાળી કામગીરી કરતા છોટાઉદેપુર જિલ્લા તંત્ર દ્વારા નોંધ લેવાઈ હતી અને સરપંચોને પ્રોત્સાહન મળે તે માંટે દિલ્લી ખાતે 15 મી ઓગસ્ટના કાર્યકમમાં જવા માટે તંત્ર દ્વારા સરપંચ રાજપૂત નરપતસિંહ માનસિંહ તેમજ તેઓની પત્ની જમનાબેનની ફલાઇટની ટિકિટ આપવામાં આવી છે તેઓ 13 તારીખ ના રોજ દિલ્લી લઇ જવા માટે રવાના થશે અને ત્યાં વડા પ્રધાન ધ્વજવંદન લાલ કિલાં ઉપર કરશે તેની નિહાળશે સરકારે છોટાઉદેપુર જિલ્લામાં સરપંચોને કામ કરવાની પ્રેરણા મળે તે માટે આ અભિગમ થી આવનાર વર્ષોમાં સરપંચો સારી કામગીરી કરશે હાલ તો નાના ગામમાં લુણાન્દ્રામાં ખુશીનો મોહોલ છવાયો છે અને સરપંચ અને તેઓની પત્નીમાં પણ ખુશી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230812_100335.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *