Gujarat

૧૬ વર્ષની બાળકીને તેના પરિવાર સાથે સુખ:દ મિલન કરાવતી બોટાદ ૧૮૧ અભયમ ટીમ તથા મહિલા પોલીસ શી ટીમ               

એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ હેલ્પલાઇનમાં માં ફોન કરી જણાવેલ કે એક અજાણી બાળકી બોટાદ એસ.ટી.ડેપો પાસે થોડા સમયથી બેઠી છે અને બાળકીને ક્યાં જવું છે તે બાબતે પુછવા છતાં કશું જણાવતી નથી અને બાળકી ખુબજ ચિંતામાં છે જેથી ૧૮૧ ટીમની મદદની જરૂર છે જેથી બોટાદ એસ.ટી ડેપો ખાતે આવવા જણાવતા ગણતરીની મિનીટોમાં ૧૮૧ અભયમ ટીમ સાથે ઘટના સ્થળે અજાણી બાળકીની મદદ માટે પહોંચી ગયેલ અને ૧૮૧ ટીમે બાળકી સાથે શાંતચીત સ્વભાવે પૂછપરછ કરતા બાળકીએ કોઈ પ્રકારની માહિતી આપેલ ન હતી જે દરમિયાન બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શ્રી આઇ.બી જાડેજા સાહેબ જેઓ શી ટીમ સાથે પેટ્રોલિંગ કરતા હોય બોટાદ એસ.ટી ડેપો ખાતે બનાવના સ્થળે માણસોનું ટોળું જોતા ઘટના સ્થળે આવેલ. બાળકીને ત્યાંના આજુબાજુના લોકો પણ ઓળખતા ન હતા તેથી ૧૮૧ ટીમ બાળકી ને એસ.ટી ડેપો ખાતેથી બોટાદ મહિલા પોલીસ સ્ટેશનમાં લઈ આવેલ અને બાળકી ખૂબ જ ડરી ગયેલ હોય જેથી ૧૮૧ ના મહિલા કાઉન્સલરે બાળકીને ભોજન કરાવી સાત્વવાના આપી ક્યાંથી આવેલ છે જે અંગે પૂછપરછ કરતા બાળકીએ જણાવેલ કે તેનુ વતન ગામ-પાસા ભાંડલા તાલુકો-કેશરીપાજી જીલ્લો-ઉદયપુર રાજસ્થાન મુકામે તેના પરિવાર સાથે રહું છું તેના પિતા અમદાવાદ માં મજુરી કામ કરે છે અને તેઓના સંબંધી બહેને વાત કરેલ કે તે બોટાદ જવાની છું ત્યાં મજૂરી કામ મળી રહેશે તેમ કહી અમદાવાદથી એકલી બસ માં બેસીને બોટાદ આવી ગયેલ અને બોટાદ એસ.ટી બસ સ્ટેન્ડ માં આવેલી પરંતુ બોટાદમાં તેણે કાઈ જોયેલું ન હોય તેથી ગભરાઈ ગયેલી અને જેથી બસ સ્ટેન્ડમાં બેસી રહેલી ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા તેના પરિવારના સભ્યોનો ફોન નંબર મેળવી તેના પરિવાર સાથે ટેલિફોનિક વિડીયો કોલ માં સંપર્ક કરાવેલ. બાળકી ના પિતા બોટાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવેલ તેના પિતાને પૂછ-પરછ કરતા તેના પિતાએ જણાવેલ કે તેની દીકરીને તેના સગા સંબંધીના બહેન સાથે મોકલેલ હોય પરંતુ એ બહેન તેઓની દીકરીને એકલી મૂકી જતી રહેલ એનો ખ્યાલ અમને ન હતો. જે અંગે તેઓના તેમની દીકરીના તમામ અધાર-પુરાવા મેળવી તેના પિતાને યોગ્ય સલાહ-સૂચન માર્ગદર્શન આપી. પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપેલ અને બાળકીનું ધ્યાન રાખવાનું જણાવી બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર આઇ.બી.જાડેજા ની રૂબરૂ માં દિકરીના પિતાને દીકરીનો કબજો સોપેલ.અને તેના પિતાનું નિવેદન લેવામાં આવેલ. બાળકીના પિતાએ ૧૮૧ ટીમ,પોલીસ ટીમ નો આભાર માનેલ.
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

IMG-20230813-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *