રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી
રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના સભ્યોના તેજસ્વી બાળકો
માટે સન્માન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં, વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓ અને પ્રવાહમાં સિદ્ધિ મેળવેલા વિશિષ્ટ બાળકોનું
કેબિનેટ મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં, કૃષિમંત્રીશ્રીએ બાળકોને સતત પુરુષાર્થ કરવા માટે અને તેમના
સ્વપ્નોને પરિપૂર્ણ કરવા માટેની શીખ આપી હતી.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને નૃત્ય દ્વારા કરાઈ હતી. તેમજ, શહીદોની યાદમાં 2 મિનિટ માટે મૌન પાળવામાં આવ્યું
હતું. સમારોહમાં, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, અગ્રણી શ્રી ડો. વિમલભાઈ કગથરા,
જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી શ્રી ધાર્મિક ડોબરીયા, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના સભ્યો, સમાજના
અગ્રણીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહયા હતા.


