Gujarat

ZED ( ZERO EFFECET, ZERO DEFECT) સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

કેન્દ્ર સરકારે MSME એકમો વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવા, તેમને ટકાઉ બનાવવા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન તરીકે પરિવર્તિત કરવા માટે ઝીરો ડીફેક્ટ ઝીરો ઈફેક્ટ(ZED) પહેલની કલ્પના કરી છે. કેન્દ્ર સરકાર દ્રારા દેશના MSMEs ને વૈશ્વિક ધોરણે સક્ષમ બનાવવાનાં હેતું થી ZED સર્ટીફીકેશન યોજના એપ્રિલ-૨૦૨૨ માં જાહેર કરવામાં આવી છે.

        કેન્દ્ર સરકારનાં ઉદેશ્યને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્રારા આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસીસટન્સ ટુ MSMEs ૨૦૨૨ હેઠળ MSME એકમો કાર્યક્ષમ બનીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન પ્રણાલી અપનાવી ZED સર્ટીફીકેશન મેળવવા થયેલ ખર્ચના 50% લેખે મહતમ રૂા.૫૦,૦૦૦/- સુધીની સહાય(ભારત સરકાર દ્રારા આપવામાં આવતી સહાય બાદ કર્યા પછી) આપવામાં આવે છે.

        UDYAM રજીસ્ટ્રેશન પોર્ટલ સાથે નોંધાયેલ તમામ MSME એકમો ZED પ્રમાણપત્ર અને સંબધિત લાભો/પ્રોત્સાહન મેળવવા માટે પાત્રતા ધરાવશે. ZED સર્ટીફીકેટ મેળવવા માટેની પ્રક્રિયામાં MSME એકમે ZED સર્ટીફીકેટ મેળવવા ઓનલાઈન રજીસ્ટ્રેશન(નિ:શુલ્ક/ફ્રી) ભારત સરકારનાં પોર્ટલ www.zed.msme.gov.in પર કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન બાદ એક Certification Level – 1 : Bronze, Certification Level – 2 : Silver અને Certification Level – 3 : Gold એમ ત્રણ ZED સર્ટીફીકેટ મેળવી શકશે.

MSMEને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક તેમજ સક્ષમ બનાવવા માટે નાણકીય અને ટેકનિકલ સપોર્ટ કરવાનો છે. અદ્યતન ટેકનોલોજી, સાધનોનો ઉપયોગ કરીને ગુણવત્તાયુકત ઉત્પાદનોના ઉત્પાદન માટે MSMEને પ્રોત્સાહિત કરવા અને પર્યાવરણ પર ઓછામાં ઓછી અસર સાથે ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ ઉત્પાદકતા પ્રાપ્ત કરવા માટે તેમની પ્રક્રિયાને સતત અપગ્રેડ કરવાનો છે. નિકાસ ને સક્ષમ કરવા માટે MSME માં ZERO DEFECT ઉત્પાદનનાં વિકાસ માટે ઈકો સિસ્ટમ વિકસાવવાની અદ્યતન પહેલ છે. ઉત્પાદનમાં વધારો કરી શકે છે, પર્યાવરણીય જાગૃતિ વધારી શકે છે તેમજ કુદરતી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોજ કરી તેમના બજારોનું વિસ્તરણ કરી શકે છે. તેવા ZED સર્ટીફીકેશનના ફાયદા થશે.

ઉપરોક્ત ZED સર્ટીફીકેશનનાં લાભ મેળવવા માટે તેમજ MSME એકમોને જાગૃત કરવા અને નિયત થયેલ પધ્ધતિ અનુસરવા માટે મદદરૂપ થઈ શકાય તે હેતુથી QUALITY COUNCIL OF INDIA(QCI) એ એમ્પેનલ કરેલ એજન્સીઓ 4C KNOWLEDGE CONSULTING PVT LTD., EFFORTS CONSULTING, SEPARIS KNOWLEDGE SOL PVT LTD., HERE QUALITY EXCELLENCE PVT LTD., PERFECT CONSULTING., ASTRALEUS SERVICE PVT LTD દ્રારા MSME એકમોનો સંપર્ક કરવામાં આવે ત્યારે એમ્પેનલ એજન્સીઓને સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે. વધુમાં, ZED રજીસ્ટ્રેશન અને સર્ટીફીકેટશન માટે એમ્પેનલ એજન્સીઓ દ્રાર કરવામાં આવતા હેન્ડહોલ્ડીંગ સપોર્ટ માટે MSME એકમોએ કોઈ પણ પ્રકારનો ચાર્જ-ફી ચુકવવાની રહેશે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *