Gujarat

અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ દ્વારા રિસામણે રહેલ મહિલાનું સાસરીમાં પુન:સ્થપાન  

અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ દ્વારા રિસામણે રહેલ મહિલાનું સાસરીમાં પુન:સ્થપાન થયું હતુ. પુત્રવધૂ ચાર માસથી રિસામણે ગયેલ હોવાથી સાસુએ સમજાવવા ૧૮૧ અભયમ્ હેલ્પલાઇનની મદદ લીધી હતી.

માંગરોળ તાલુકાના એક ગામમાં પતિ પત્ની પર ખોટી શંકા કરતો હોવાથી ૩ સંતાનને લઈને રિસામણે પત્ની ચાલી ગઈ ૪ માસ દરમિયાન વચ્ચે ત્રણ વખત સમજાવવા ગયા હતા.  તેના પતિ તથા સાસુ પરંતુ ઝઘડો વધારે થતો હતો અંતે પુત્ર તથા પુત્રવધૂનો ઘર સંસાર શાંતીથી ચાલે અને તેના બાળકોનું ભણતર ન બગડે તેવી આશા હોવાથી અંતે સાસુએ ૧૮૧ હેલ્પલાઇન પર ફોન કરી તેના પુત્રવધૂને સમજાવવા હેલ્પલાઇન ની મદદ લીધી હતી.

૧૮૧ના કાઉન્સેલર દક્ષા ચાવડા સહ સ્ટાફ સ્થળ પર જઈ સાસુ,તેના પુત્ર તથા પુત્રવધૂનું અને પિયરના લોકોનું (માતા તથા ભાઈ)વ્યક્તિગત કાઉન્સેલિંગ કરી ખરેખર સમસ્યા શું છે તથા તેના પાછળ જવાબદાર કારણોને પરિબળોની તપાસ કરી સમસ્યાને કેન્દ્ર સ્થાને રાખી કાઉન્સેલીંગ દ્વારા સમજાવ્યા અંતે અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ થકી તેના પુત્રવધૂ  તથા પિયરપક્ષમાં તેના માતા અને ભાઈની સહમતીથી સાસરીમાં પરત આવવા રાજીખુશીથી તૈયાર થયા હતા.આમ અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ દ્વારા એક મહિલાનો ધર સંસાર તૂટતાં બચાવ્યો અને ત્રણ બાળકોને તેના  પિતાની હૂફ મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *