જૂનાગઢ જિલ્લાની ભેસાણ તાલુકાની શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળા ભેસાણના ધોરણ-૧ તથા બાલ વાટીકામાં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓને બગસરા તાલુકાની શ્રી સરદાર પટેલ શરાફી સહકારી મંડળી દ્વારા સ્કૂલવબેગ આપવામાં આવી હતી.
શ્રી સરદાર પટેલ શરાફી સહકારી મંડળી ઘણી બધી સહકારી અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહી છે ત્યારે આ વર્ષે એક સરકારી પ્રાથમિક શાળાના નાના નાના ભૂલકાઓને સ્કૂલબેગ આપી અન્ય સહકારી મંડળીઓને પણ પ્રેરણા પૂરી પાડી છે. આ તકે શાળાના આચાર્યશ્રી ચુનીલાલ વાઘેલા તથા સંસ્થામાં દાન આપવા પ્રેરિત કરેલ એવા શિક્ષકશ્રી ડો. કિશોરભાઈ શેલડીયા સહિતના તમામ સ્ટાફ મિત્રોએ આ ઉમદા કાર્યની પ્રશંસા કરી અને આ સંસ્થાનો આભાર પ્રગટ કર્યો હતો. ભવિષ્યમાં પણ આ સંસ્થાનો આવી રીતે શાળાને સાથ અને સહકાર મળી રહે તે માટે અભિલાષા વ્યક્ત કરેલ.સંસ્થાની આ સેવાકીય પ્રવૃત્તિ બદલ શાળાના એસએમસી સભ્યશ્રીઓએ તથા વાલીઓએ સંસ્થાના પ્રમુખ એવા કિરીટભાઈ નડિયાધરાનો તથા અન્ય ડિરેક્ટરશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
