હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ ખાતે આજરોજ તિરંગા યાત્રા નું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં પ્રાચી તીર્થ માધવરાયજી મંદિર ગ્રાઉન્ડ થી લઈ પ્રાચી તીર્થ ના મુખ્ય માર્ગો રહેણાંક વિસ્તારો માં તેમજ ઘંટીયા ગામમાં ડીજે ના તાલે વંદે માતરમ, ભારત માતા કી જય ના નારા સાથે વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી ભારે ઉત્સાહ સાથે વિશાળ તિરંગા યાત્રા થી ઘંટીયા પ્રાચી વંદે માતરમ ના નારા થી ગુંજી ઉઠ્યું હતું આ તિરંગા યાત્રા માં પ્રાચી તેમજ ઘંટીયા ગામ ના આગેવાનો, યુવાનો બાળકો વગેરે બહોળી સંખ્યા માં જોડાયા હતા


