International

અમદાવાદનો યુવાન લંડનમાં ગુમ થયો, શોધખોળ માટે લંડન પોલીસે તપાસ શરૂ કરી

લંડન
અમદાવાદ પાસેના વહેલાલ અને અમદાવાદના નવા નરોડાનો રહેવાસી કુશ પટેલ ચાર દિવસથી લંડનમાં ગુમ થયો છે. ચાર દિવસથી અમદાવાદના યુવાનનો કોઈ પતો લાગી રહ્યો નથી. જે અંગે ૧૦ ઓગસ્ટે કુશ પટેલ ગુમ થયાની પરિવારને જાણ થઈ હતી. ૧૦ ઓગસ્ટ પહેલા પરિવારનો ૨૪ કલાક સુધી મોબાઇલ દ્વારા સંપર્ક ના થતા રૂમમેટ ને પૂછતા ગુમ થયાની જાણ થઈ હતી. જેના બાદ પરિવારે લંડનમાં વેમલી પોલીસ સ્ટેશનમાં કુશના ગુમ થયાની પોલીસ ફરિયાદ કરી છે. જે ફરિયાદ કરતા યુવાન કુશની શોધખોળ શરૂ કરાઇ છે. મળતી માહિતી પ્રમાણે કુશ પટેલ સ્ટુડન્ટ વિઝા પર ૨૦૨૨ માં બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ માટે લંડન ગયો હતો. લંડન પહોંચ્યા ના બે સપ્તાહ બાદ કોલેજ દ્વારા તેને જતા રહેવા માટે નોટિસ અપાઈ હોવાની વાત સામે આવી છે. જેમાં કોલેજમાં અટેન્ડન્સ ના અભાવ અને ફીને લઈને નોટિસ અપાયાની ચર્ચા હતી. ફી અંગે બાદમાં પરિવારજનો દ્વારા કોલેજની ફી ની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ હતી. અને તે બાદ વર્ક પરમિટ માટે પણ પ્રોસેસ કરી હતી. જેના માટે પરિવારે લોન લઈને નાણાં વ્યવસ્થા કરી હતી. જાેકે એજન્ટ થ્રુ પ્રોસેસ નહીં થતાં કુશ પટેલને નાણા પરત પણ કરી દેવાયા હતા. તેમજ બે કે ત્રણ મહિનામાં કુશ પટેલના વિઝા પણ પૂર્ણ થવાના હતા. કુશ પટેલને પરિવારને આ તમામ બાબતે જવાબ શુ આપશે અને હિસાબ આપવાની ચિંતા હોવાથી તે મોબાઇલ બંધ કરીને ક્યાંય જતો રહ્યો હોવાની આશંકા છે. જે અંગે લંડન પોલીસે તપાસ શરૂ કરી છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *