Gujarat

બાદનપર ગામે કળશ પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

તારીખ 15 ઓગસ્ટ ના રોજ જોડિયા તાલુકાના બાદનપર ગામે ઉમિયા માતાજી મંદિર સીદસર દ્વારા કળશ યોજનામાં આ ગામે 140 કળશોના પૂજનનો તેમજ ભવ્ય સભા નો કાર્યક્રમ યોજાયેલ
આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો ઘોડાસરા સાહેબ, બાબુભાઈ ગોપાણી, નરસીભાઈ માકડીયા, ભરતભાઈ અમૃતિયા, લાલજીભાઈ મલ્લી, મનસુખભાઈ ચનીયારા, તેમજ મહિલા સંગઠનના હોદ્દેદારો સરોજબેન મારડીયા, કિરણબેન ભેંસદડીયા વિ. ઉપસ્થિત રહેલ છે અને આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ પણ હાજર રહેલ. ઉમિયા પરિવાર સમિતિ બાદનપર તેમજ ગામના આગેવાનો અને ગામના દરેક નાગરિકોએ ઉત્સાહથી આ કાર્યક્રમમાં જોડાઈ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવેલ. કાર્યક્રમનું સંચાલન શાંતિલાલ ઘેટિયા દ્વારા કરવામાં આવેલ અને આભાર વિધિ ભાવેશભાઈ રાણીપા દ્વારા કરવામાં આવેલ છે. કાર્યક્રમના અંતમાં બહેનો દ્વારા રાસ ગરબા લેવામાં આવેલ તેમજ ગામનાં સમસ્ત ઉમિયા પરિવાર નું  સમૂહ ભોજન નું સુંદર આયોજન રાખેલ. કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉમિયા પરિવાર સમિતિના પ્રમુખ પ્રભુલાલ સંતોકી દ્વારા સમસ્ત ગ્રામજનો તેમજ સમિતિના દરેક સદસ્યો પ્રત્યે આભારભાવ વ્યક્ત કરેલ છે. જય ઉમિયાજી
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :: હડિયાણા…..

IMG20230815163901.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *