Gujarat

રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારના કોટડી ગામમાંથી જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા પાંસ પતા-પ્રેમીઓને રોકડા રૂ.૧૪૬૪૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ

મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના આપેલ હોય, તથા મ્હે.અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા નાઓએ અમરેલી જિલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ સી.એસ.કુગસીયા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના અના.ASI જયરાજભાઇ જેતુભાઇ વાળા તથા હેઙ.કોન્સ રાણાભાઇ કાબાભાઇ વરુ તથા હેઙ.કોન્સ જયેન્દ્રભાઇ સુરગભાઇ બસીયા તથા હેડ કોન્સ. હરપાલસીંહ વિક્રમસીંહ ગોહીલ તથા પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ બારૈયા તથા આગરીયા બીટના હેઙ.કોન્સ અશોકભાઇ દલસુખભાઇ લાધવા તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્રારા રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારના કોટડી ગામમાંથી જાહેરમા પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા પાંસ પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૪,૬૪૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગાર ધારાની કલમ-૧૨ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
આરોપીઓની વિગત-
(૧)અશ્વિનભાઇ ભગવાનભાઇ સાંખટ ઉ.વ.૨૬ ધંધો.ડ્રાઇવીંગ રહે.કોટડી મંદીર શેરી તા.રાજુલા જી.અમરેલી
(૨)લાલજીભાઇ સવજીભાઇ જોળીયા ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે.નેસવડ શક્તિનગર મુળ ગામ.દેવળીયા તા.મહુવા
(૩) વિશાલભાઇ યશવંતરાય મહેતા ઉ.વ.૩૫ ધંધો.ડ્રાઇવિંગ રહે.મહુવા મહાકાળી નગર પાસે તા.મહુવા જી.ભાવનગર
(૪) મીતુલભાઇ જયસુખભાઇ ગુજરીયા ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે.મહુવા ઇન્દિરા નગર તા.મહુવા જી.ભાવનગર
(૫) ધીરુભાઇ ભીખાભાઇ ચૌહાણ ઉ.વ.૩૦ ધંધો.મજુરી રહે.કોટડી મફત પ્લોટ તા.રાજુલા જી.અમરેલી
મુદામાલની વિગત-
(૧) રોકડા રૂ.૧૪,૬૪૦/-
(૨) ગંજી પતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦
               આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર સી.એસ.કુગસીયા ની સુચના અને માર્ગદર્શન નીચે સર્વેલન્સ સ્કોડના અના.ASI જયરાજભાઇ જેતુભાઇ વાળા તથા હેઙ.કોન્સ રાણાભાઇ કાબાભાઇ વરુ તથા હેઙ.કોન્સ જયેન્દ્રભાઇ સુરગભાઇ બસીયા તથા હેડ કોન્સ. હરપાલસીંહ વિક્રમસીંહ ગોહીલ તથા પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ બારૈયા તથા આગરીયા બીટના હેઙ.કોન્સ અશોકભાઇ દલસુખભાઇ લાધવા તથા પો.કોન્સ. રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા રાજુલા પોલીસ સ્ટાફ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230817-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *