બનાસકાંઠા….. દાંતા તાલુકો
દાંતા તાલુકો એ અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર છે દાંતા તાલુકામાં વસતા લોકો દૂર દૂર સુધી ગામોમાં વસતા હોય છે ત્યારે દાંતા તાલુકાના બોરડીયાળા ગામમાં આવેલું છે ગામમાં પ્રવેશ કરવાનો માર્ગ ગ્રામજનો નદી પાર કરી કરતા હોય છે. ગામજનો દ્વારા એક નાની પુલિયા બનાવતા અને જાતે શ્રમ કરતા નજરે પડતા જોવા મળી રહ્યા છે. બોરડીયાલા ગામ પાસેથી કીડી નદી પસાર થાય છે અને આ નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે દર વર્ષે બનાવેલો રખટ ધોવાઈ જાય છે ત્યારે વર્ષોથી ગ્રામજનો અહીંયા પુલ બનાવવાની માગણી કરી રહ્યા છે. ત્યારે તંત્ર જાણે આખ આડા કાન કરી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી કલેકટર અને ગાંધીનગર સુધી રજૂઆતો કરવાનું પરિણામ શૂન્ય મળ્યું છે ત્યારે ગ્રામજનોએ કોઈની પણ આશા રાખ્યા વગર જાત મહેનત જિંદાબાદ ના સૂત્રને સાર્થક કરી અને ગામમાં નાનો મોટો ફાળો કરી અને જાતે રપટ બનાવી ગામમાં અવરજવર કરવા માટે જરૂરિયાત અનુસાર પોતાની વ્યવસ્થા કરવાનું ચાલુ કરી દીધું
બોરડીયાળા ગામ 2000 કરતા વધુ વસ્તી ધરાવતું ગામ છે બોરડીયાળા ગામ પશુપાલન પર આધારિત છે બાળકો શાળાએ ભણવા માટે જાય છે તો વ્યવસાય અને રોજગારો માટે ગ્રામજનો એ પણ બહાર જવું પડે છે દૂધ ભરાવવા માટે દૂધ મંડળીમાં જવા માટે પણ પુલની જરૂર છે ત્યારે દર વર્ષે વર્ષા ઋતુમાં નદીમાં વહેણ આવવાને કારણે અને માર્ગ ધોવાઈ જવાને કારણે પશુપાલકો મંડળીમાં દૂધ ભરાવી શકતા નથી અને તેમને દરરોજનું 50 હજાર જેટલા દૂધનું નુકસાન થાય છે નદીમાં પાણી આવે અને રસ્તો ન હોય એટલે જેટલા દિવસ પાણી રહે એટલા દિવસ બાળકો શાળાએ અભ્યાસ કરવા જઈ શકતા નથી ગામમાં કરિયાણાની અથવા અન્ય મેડિકલની પણ દુકાન ન હોવાને કારણે અહીંયા નદી ઓળંગીને પસાર થવું પડે અને રસ્તો ન હોવાને કારણે એ સુવિધા મળતી નથી જેને કારણે અનેક મુશ્કેલી ભોગવી રહેલા ગ્રામજનોએ હવે જાત મહેનત કરી અવર જવન માટે નાનકડા પુલ નું નિર્માણ કરતાં જોવા નજરે પડી રહ્યા છે
વર્ષાઋતુમાં મોટી સમસ્યા તો એ છે કે આકસ્મિક ઘટના બની હોય અને ગામમાં કોઈ ઈમરજન્સી બીમાર હોય ત્યારે ગામનો રસ્તો ન હોય અને એવા સંજોગોમાં એ વ્યક્તિ મોતને ભેટે એ ખૂબ જ ખરાબ બાબત છે કારણ કે વહીવટી તંત્ર દ્વારા વર્ષો જૂની માંગને વ્યવસ્થા ન કરવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થતી આવી છે. ત્યારે ગામની એક વિદ્યાર્થીને સાપ કરડ્યો હતો અને તેને સમયસર સારવાર ન મળવાને કારણે તેનું મોત થયું હતું ત્યારે એક સરકારી કર્મચારી પણ હાર્ટ અટેકની બીમારીને કારણે સમયસર સારવાર ન મળવાને કારણે મોત થયું હતું આ બાબત વહીવટી તંત્ર માટે ખૂબ જ શરમજનક છે
અહીંયા મોટાભાગના લોકો પશુપાલન સાથે અને મજૂરી કામ સાથે સંકળાયેલા છે છતાં પણ તંત્ર અથવા સરકારી તંત્ર સામે તેમનો અવાજ જતો નથી કે સાંભળતા નથી જે ગામના વ્યક્તિથી પોતાનાથી બનતી આર્થિક મદદ કરી અને સ્વખર્ચે આ પુલિયા બનાવવામાં ફાળો આપ્યો અને ગ્રામજનોએ જાતે પથ્થર ઉપાડી માટી નાખી અને ભૂંગળા લાવી અને એક નાની પૂલિયા પ્રાથમિક તબક્કે તૈયાર કરી એ પણ જોખમકારક છે માટે તંત્ર ના સાંભળતા આખરે ગ્રામજનોએ કોઈના પણ ભરોસે બેઠા વગર અત્યારે જરૂરિયાત અનુસાર પોતાની સુવિધા કરી લીધી છે અને એમની તંત્ર સમક્ષ માગણી છે કે અહીંયા તાત્કાલિક પુલ બનાવવામાં આવે જેથી ગામજનોને પડતી મુશ્કેલી દૂધ થઈ શકે.


