વેક્ટર બોર્ન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગર ખાતે તમામ
તજજ્ઞશ્રીઓ માટે સંસ્થાના ડીનશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના ડિસ્ટ્રિક્ટ મલેરિયા ઓફિસરના સહયોગથી વિશેષ
તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સંસ્થાના તમામ વિભાગોમાંથી ફેકલ્ટીશ્રીઓ, સિનિયર રેસિડેન્ટ ડોક્ટરશ્રીઓ, રેસીડેન્ટ ડોક્ટરશ્રીઓ, સીએમઓશ્રીઓ તથા
જિલ્લા પંચાયતના તમામ THOશ્રીઓ એમ 225 તજજ્ઞો હાજર રહ્યા હતા.
જેઓને આ તાલીમમાં ડેન્ગ્યુ તથા ચિકનગુનિયા વિશે વિગતવાર ક્લિનિકલ મેનેજમેન્ટ અંગે સમજણ આપવામાં આવેલ.
આ તાલીમ સંસ્થાના એડિશનલ ડીનશ્રી, પ્રોફેસર મેડિસિન વિભાગ અને નોડલ ઓફિસરશ્રી ડો.એસ.એસ.ચેટરજી તથા
એસોસિયેટ પ્રોફેસર મેડિસિન વિભાગ અને આસિસ્ટન્ટ નોડલ ઓફિસર શ્રી ડો.બી.આઇ. ગોસ્વામી દ્વારા આપવામાં આવેલ.
જેમાં તેઓ દ્વારા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની ઝીણવટભરી ક્લિનિકલ મેનેજમેન્ટની બાબતો સમજાવવામાં આવેલ.
ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોનો વધતો જતો ફેલાવો અટકાવવા શું શું તકેદારી રાખવી તેની સમજણ ડિસ્ટ્રિક્ટ મેલેરિયા
ઓફિસરશ્રી દ્વારા આપવામાં આવેલ. સંસ્થા ખાતે જો આવા દર્દીઓ વધુ પ્રમાણમાં આવે તો શું વ્યવસ્થા કરવી તે બાબતે
મેડિસિન વિભાગના વડાશ્રી દ્વારા જણાવવામાં આવેલ હતું.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારની તાલીમથી જામનગર ખાતે મચ્છરજન્ય રોગોથી પીડાતા દર્દીઓની વધુ અસરકારક સારવાર કેવી
રીતે કરવી તે અંગે ઉપયોગી નીવડશે તથા વધુ સારી રીતે આવા દર્દીઓને હોસ્પિટલ ખાતે સારવાર આપી શકાશે.


