Gujarat

પુરાતત્વીય સંગ્રહાલય જામનગર ખાતે ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

રાજયના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય
ખાતું, ગુજરાત સરકાર હેઠળ પુરાતત્વીય સંગ્રહાલય, જામનગર ખાતે ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવેલ જેમાં
પુરાતત્વીય સંગ્રહાલયના ક્યુરેટર શ્રી ડૉ.ધીરજ વાય. ચૌધરી તથા સંગ્રહાલયના કર્મચારીગણ ઉપસ્થિત રહેલા હતા. ક્યુરેટરશ્રીએ
આ પ્રસંગના અનુરૂપ જણાવ્યું હતું કે ભારત ૧૫મી ઓગસ્ટના રોજ બ્રિટિશ શાસનમાંથી ભારતની સ્વતંત્રતાની ૭૭મી
વર્ષગાંઠની ઉજવણી કરવા જઈ રહ્યું છે અને સ્વતંત્રતા દિવસ 2023ની થીમ "નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ" છે. તમામ ભારતીયો
માટે તેમના વ્યક્તિગત મતભેદોને ધ્યાનમાં લીધા વિના, રાષ્ટ્રને પ્રથમ સ્થાન આપવુ એ આજના સમયની માંગ છે. “નેશન ફર્સ્ટ,
ઓલવેઝ ફર્સ્ટ" થીમ એક મજબૂત અને અખંડ ભારતના નિર્માણ માટે સરકારની પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે. આમ,
૭૭મા ‘સ્વાતંત્રતા દિવસ”ની ઉજવણી પુરાતત્વીય સંગ્રહાલય ખાતે કરવમાં આવી અને દેશના શહિદ વીરોને યાદ કરી રાષ્ટ્રધ્વજને
વંદન કરવામાં આવેલ.

-જામનગર.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *