મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના અરાલ ગામથી છીપડી પાટીયા સુધીનો રસ્તો ખૂબ જ ઉબડ ખાવડ હોવાથી લોકોને હેરાનગતિ
કઠલાલ તાલુકા છીપડી ગામ તથા અરાલ ગામથી છીપડી પાટીયા સુધીનો રસ્તો ખૂબ જ ખાડાઓથી ભરેલો છે વાહન ચાલકોના છૂટકે આ રસ્તામાં આવન જાવનકરવું પડે છે વરસાદ હોય ત્યારે પાણીથી ભરેલા ખાડાઓમાં મોટા વાહનો પડવાથી ખાડા દિવસે દિવસે મોટા થતા જાય છે આમ અનેક વાર અકસ્માત પણ સર્જાય છે જેથી લોકો ત્રાહિમામ પોકારી ગયેલ છે
અરાલ ગામથી છીપડી પાટીયા રોડની સાઈડો ખોદી પણ ડામર કામ ન થવાથી વાહનો ફસાઈ જાય છે ખાડા ખોદવાને કારણે રસ્તો સાંકડો થઈ ગયેલ છે આ સાઈડો ઉપર દુકાનો હોવાથી લોકો આડેધડ પાર્કિંગ કરી ઉભા રહેલા હોવાથી ખેડૂતો તેમજ રાહદારીઓને જવામાં ખુબ જ મુશ્કેલીઓ પડે છે
આ રસ્તો કપડવંજ ખડાલ તેમજ અન્ય ગામોને જોડતો રસ્તો છે આમ અનેક ગામોને જોડતો રોડ હોવાથી વાહનોનો ભારે ઘસારો રહે છે રોજબરોજ અકસ્માત અને ઝઘડાઓ થાય છે આ રોડ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય થઈ ગયું છે આ રોડ બાબતે લાગતા અધિકારીઓને અવારનવાર જણાવ્યું તેમ જ લેખિતમાં પણ આપેલ છે અને આ જ રસ્તે થી તેઓ પણ પસાર થાય છે પરંતુ આજ દિન સુધી આ રસ્તાની કોઈ પણ જાતની મરામત કરવામાં આવી નથી કઠલાલ તાલુકાનું આ મોટું મથક હોવાથી લોકોની લાગણી અને માગણી છે કે સત્વરે આ રોડનું સમારકામ થાય છીપડી ના જાગૃત નાગરિક જયદીપસિંહ એલ ઝાલા ના જણાવ્યા અનુસાર સરકારશ્રીના આદેશ અનુસાર દરેક મોટા મોટા કાર્યક્રમો તેમજ રાષ્ટ્રીય ઉત્સવ અહીંયા ઉજવવામાં આવે છે પરંતુ આ બાબતે કોઈ અધિકારી આ રસ્તાની દેખભાળ કરવાનું ધ્યાને લેતા ન હોવાથી લોકોની લાગણી અને માગણી છે કે સત્વરે આ રોડ સારી રીતે સમારકામ કરી દેવામાં આવે


