Gujarat

સુરતના કામરેજના વિમલ મહેતાને ત્યાંથી ૩૫ લાખનું ચંદન જપ્ત કરાયુ

સુરત
નેત્રંગ વન વિભાગની ટીમ અને ભરુચ એસ.ઑ.જીએ વાલિયા તાલુકાનાં રૂંઘા ગામમાંથી ચંદનના લાકડા ચોરીનું કૌભાંડ પકડી પાડી વિકલાંગ પતિ સહિત પત્નીને અંદાજિત રૂપિયા ૩૫.૧૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લા ફોરેસ્ટ વિભાગે આ ગુજરાતની સૌથી મોટી અને પ્રથમ ચંદનચોરીની ઘટના ગણાવી છે. જેમાં સફેદ ચંદનના ટુકડા, ચિપ્સ, લાકડું, છાલ, મૂળ મળી ૧૦૦૦ કિલોથી વધુ ચંદન જપ્ત કરાયું છે. નેત્રંગ તાલુકાનાં હાથકુંડી અને જામુની ગામમાંથી ચંદન ચોરીની ઘટના બાદ નેત્રંગ વન વિભાગના આર.એફ.ઑ.સરફરાજ ઘાંચી અને વન વિભાગની ટીમોએ તેમજ ભરુચ એસ.ઓ.જીની ટીમોએ ચંદન ચોરીમાં સંડોવાયેલ ઇસમોને ઝડપી પાડ્યા માટે તપાસ હાથ ધરી હતી. દરમિયાન હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે બાતમી મળી હતી કે, વાલિયા તાલુકાનાં રૂંઘા ગામમાં દંપતીએ ચંદનના લાકડાનો જથ્થો સંતાડેલ છે જેવી બાતમીના આધારે વન વિભાગની વિવિધ ટીમોએ દરોડા પાડ્યા હતા.વન વિભાગે સ્થળ પરથી ચંદનના ૦.૫૯૬ ઘનમીટર લાકડાના ગોળ આખા ૪૫ ટુકડા,૧૪૭૮ કિલો ચિપ્સ, ૨૮૨ કિલો પાઉડર અને ૧૧૭ દ્ભય્ છાલ, ૧૮૨૫ ાખ્ત ગદામણીના મૂળ તેમજ ૬૦ ાખ્ત અર્જુન સાદડની છાલ, ૪૫ ાખ્ત બિયો છાલ, ૪૯ ાખ્ત ખપાટ જડીબુટીનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે અન્ય જથ્થો સુરતના કામરેજ ખાતે એપાર્ટમેન્ટના ચોથા માળેથી મળી કુલ ?૩૫.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ચંદન ચોરીમાં સંડોવાયેલ વિકલાંગ વિમલ મહેતા અને તેની પત્નીને ઝડપી પાડી હતી. દંપતી છેલ્લા ૧૨ વર્ષથી છૂટી છવાઈ જ્ગ્યા અને ઘરો ખેતરોમાં ચાલાકી પૂર્વક વેચાણ કરતાં હોવા સાથે આજુબાજુના રહીશોને પણ તેની ભનક નહીં આવે તે રીતે ચંદનના લાકડાની ચોરી કરી તેનું ખૂબ ઊંચા ભાવે વેચાણ કરતાં હતા. સાથે છોટાઉદેપુરથી ડાંગ સુધીના વિસ્તારમાં ખેડૂતો પાસે અને ચોરીના ચંદનના લાકડા ખરીદી કરી ગેરકાયદેસર સંગ્રહ કરી મશીન વડે તેના ટુકડા કરતાં હોવાનું સામે આવ્યું છે.

Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *