Gujarat

સ્વદેશી જાગરણ મંચ દ્વારા ડો.સુભાષ મહિલા કોલેજમાં ‘સ્વાવલંબી ભારત’ કાર્યક્રમ યોજાયો

સમગ્ર ભારતમાં તા.૨૧-૦૮-૨૦૨૩ ને સોમવારના રોજ  વિશ્વ ઉદ્યોગ સાહસિકતા  દિવસ ઉજવાય  છે. તે અંતર્ગત ડો.સુભાષ મહિલા કોલેજમાં આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી .આ  ‘સ્વાવલંબન ભારત અભિયાન’ હેઠળ  યોજાયેલા આ  આ કાર્યક્રમની  શરૂઆત સ્મરણાંજલિ  ગાનથી થયો હતો. ત્યારબાદ કોલેજના આચાર્ય શ્રી બલરામ ચાવડાએ  કોલેજ વતી સહુને આવકારી ભારતના વડાપ્રદાન શ્રી નરેન્દ્રમોદીના યુવા રોજગારી અંગેના સ્વપ્નને સાકાર કરવાના યત્નમાં સહુને ભાગીદાર થવા આહ્વાન કરી,સ્વનિર્ભર બનવાની વાત કરી હતી જણાવ્યું હતું કે આ બીગ ડેટા,મશીન લર્નિગ અને આર્ટીફીસયલ ઇન્ટેલિજન્સનો યુગ છે.એના માટે સહુએ સજ્જ થવું જરૂરી છે. સ્વાવલંબી ભારત અભિયાનના કાર્યકર્તાશ્રી ધવલ ઝાલાએ બાંધી આપી હતી. તેમણે મુખ્ય ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો કે આજનો યુવાન સ્વાવલંબી બને એ આપણો મુખ્ય હેતુ રહેલો છે.

આ કાર્યક્રમમાં એસબીઆઇ આરસીટીના ડિરેક્ટર શ્રી પ્રશાંત ગોહિલ, શ્રી અજીત પરમાર, લીડ બેન્કના શ્રી દિલીપ છુગાણી અને અભિષેક નિમાવત હાજર રહ્યાં હતા અને વિધાર્થી બહેનોને માર્ગદર્શન આપતા  પોતના વક્તવ્યમાં  જણાવ્યું હતું કે ઉદ્યોગ સાહસિકતા અને સ્વાવલંબન એટલે શું એ જાણતા જ હો આજે બધાને નોકરી શક્ય નથી.આથી પોતાના રસને વિષયને આગળ વધારી વિવિધ જે વ્યવસાયો છે એ કરવા જોઈએ એસ.બી .આઈ .દ્રારા ગ્રામ્ય સ્વરોજગાર તાલીમ સંસ્થા ચાલે છે જેમાં ઉદ્યોગ સાહસિકોને  તાલીમ આપવામાં આવે છે જે આપે આપના રસના વિષયને અનુરૂપ તાલીમ લેવી જોઈએ. અભ્યાસની સાથે પણ વિવિધ વ્યવસાયો કરી શકાય જેના વિવિધ દ્રષ્ટાંતો એમણે આપ્યા હતા,સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશન ટુવીલ રીપેરીંગ ઘરેલુ વિદ્યુત ઉપકરણ જેની તાલીમ ૧૮ થી ૪૫ વર્ષની વયનો વ્યક્તિ લઈ શકે છે જેને લોન પણ પછી આપવામાં આવે છે

આ કાર્યક્રમ યોજવા માટે ડો.સુભાષ મહિલા કોલેજના ટ્રસ્ટીશ્રી જવાહરભાઈ ચાવડાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન ડો.નરેશ સોલંકી એ કર્યું હતું.

dr-subhash-mahila-college-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *