Gujarat

દાહોદ દેવગઢબારીઆના કાપડી વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો

દાહોદ
દાહોદમાં દેવગઢબારિયાના કાપડી વિસ્તારમાં પોલીસ પર હુમલો કરનારા ૫ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ગત રાત્રે કતલ માટે લવાયેલી ગાયોને છોડાવીને પોલીસ પરત જઈ રહી હતી, આ દરમિયાન અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હતો અને પોલીસની ગાડીને પણ નુક્સાન થયું હતું. જેને લઈ પોલીસે અસામાજિક તત્વો સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. દાહોદના દેવગઢબારીયાના કાપડી વિસ્તારમાં ગૌવંશને બચાવવા ગયેલી પોલીસની ટીમ પર પથ્થરમારો કરાયો હોવાનું સામે આવ્યું હતું. જેમાં એક છજીૈંને ગંભીર ઈજા થઇ. તો પોલીસ ગાડીને નુકસાન પહોંચ્યું છે. સમગ્ર મામલે પાંચ લોકોની ધરપકડ કરાઇ છે. ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *