Gujarat

રાજકોટમાં સ્કોર્પિયો ચાલકે અનેક બાઇકને અડફેટે લીધી

રાજકોટ
રાજકોટમાં બેફામ કાર ચાલકનો આતંક હજુ પણ યથાવત છે. રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે સોમનાથ સોસાયટીમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્‌યો છે. સ્કોર્પિયો ચાલકે અનેક બાઇકને અડફેટે લીધી છે. સોમનાથ સોસાયટીમાં સ્કોર્પિયો ચાલકે અનેક બાઇકને અડફેટે લીધા છે. એક શાકભાજીના લારીચાલકને અડફેટે લેતાં ઇજાગ્રસ્ત ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત લારીચાલકને હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાને પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. આ સમગ્ર ઘટનાના ઝ્રઝ્ર્‌ફ વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે પુરપાટ ઝડપે આ સ્કોર્પિયો કાર આવી રહી છે. જાેકે અનેક બાઇકને પણ મોટી સંખ્યામાં નુકશાન પહોંચાડ્યું છે. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. એક શાકભાજીના લારીચાલકને અડફેટે લેતાં ઇજાગ્રસ્ત થયો હતો, તાત્કાલિક તેને સારવાર માટે ખસેડાયા છે. બેફામ ચોક સામે પોલીસ તાત્કાલિક કાર્યવહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હાલ આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિકોમાં પણ રોષ વ્યાપ્યો છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *