Gujarat

બાગાયત પાકોની ખેતી કરતા ખેડૂતોને અપેડા અંતર્ગત ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે  

બાગાયતી પાકો જેવા કેકેરીચીકુજામફળસીતાફળ વગેરે ફળો તેમજ શાકભાજી પાકો જેવા કેસરગવોટમેટાકાકડીકેપ્સીકમ વગેરેની ખેતી કરતા ખેડૂતોને વિદેશમાં નિકાસ કરવાની થતી હોય તો ખેડૂતોએ પોતાના ખેતર કે બગીચાનું  અપેડા અંતર્ગત ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ રજીસ્ટ્રેશનની કામગીરી જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા કરવામાં આવે છે. જેથી રસ ધરાવતા ખેડૂતોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી જરૂરી સાધનિક કાગળો જેવા કે૭-૧૨૮- અઆધારકાર્ડની નકલફાર્મનો નકશો તથા ફાર્મ ડાયરી વગેરે જોડી જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરીએ અરજી આપવાની રહેશે.ત્યારબાદ અરજીની ચકાસણી કરી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે.

    ફોર્મ મેળવવા તથા આપવા માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીલઘુ કૃષિ ભવન બહુમાળી સામેજૂનાગઢ તેમજ અન્ય જિલ્લાઓ માટે જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીએ સંપર્ક કરવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *