Maharashtra

એમસીએક્સ પર એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો વાયદો રૂ.131 લપસ્યોઃ નેચરલ ગેસમાં પણ નરમાઈનો માહોલ ચાંદીના વાયદાના ભાવમાં રૂ.603નો વધુ ઉછાળોઃ સોનામાં મિશ્ર વલણઃ કોટન-ખાંડી, મેન્થા તેલ ઢીલાઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8,234 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.22602 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.20 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,77,568 સોદાઓમાં કુલ રૂ.30,856.20 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,233.53 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો
રૂ.22602.26 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 88,956 સોદાઓમાં રૂ.5,561.37 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.58,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,658 અને નીચામાં રૂ.58,506ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.23 ઘટી રૂ.58,551ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.31
વધી રૂ.47,251 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.5,830ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની
સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.22 ઘટી રૂ.58,199ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.72,111ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.72,800 અને નીચામાં રૂ.72,111ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.603 વધી
રૂ.72,585ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.528 વધી રૂ.72,452 અને ચાંદી-માઈક્રો
ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.570 વધી રૂ.72,466 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,002 સોદાઓમાં રૂ.1,085.45 કરોડના વેપાર થયા હતા.
તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.733.85ના ભાવે ખૂલી, રૂ.2.55 વધી રૂ.735.65 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ
રૂ.0.45 વધી રૂ.199.30 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર રૂ.184ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ
કોન્ટ્રેક્ટ રૂ.0.70 વધી રૂ.212ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો 1
કિલોદીઠ રૂ.0.50 વધી રૂ.199.65 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.183.80 જસત-મિની ઓગસ્ટ વાયદો
રૂ.0.70 વધી રૂ.211.80 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 40,290 સોદાઓમાં રૂ.1,547.94 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,639ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,643
અને નીચામાં રૂ.6,496ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.131 ઘટી રૂ.6,510 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-
મિની સપ્ટેમ્બર વાયદો રૂ.124 ઘટી રૂ.6,511 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ
રૂ.213ના ભાવે ખૂલી, રૂ.2.50 ઘટી રૂ.210 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 2.5 ઘટી 210.2 બોલાઈ રહ્યો
હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.38.77 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.59,880ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,880 અને

નીચામાં રૂ.59,300ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.240 ઘટી રૂ.59,460ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા
તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.16.80 ઘટી રૂ.979.80 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,380.84 કરોડનાં
2,356.985 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.4,180.53 કરોડનાં 572.093 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.711 કરોડનાં 10,84,650 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.836.94 કરોડનાં 3,88,64,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.166.59 કરોડનાં 8,330 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.24.62 કરોડનાં 1,330 ટન તાંબાના વાયદાઓમાં રૂ.637.11 કરોડનાં 8,663 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.257.13 કરોડનાં 12,090 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.8.57 કરોડનાં 1,440 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.30.20 કરોડનાં
298.08 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,938.090 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 743.617 ટન, તાંબાના વાયદાઓમાં 17,655 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 24,690 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,879 ટન તથા જસત અને જસત-મિનીમાં
37,622 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 8,93,860 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 7,30,67,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
14,976 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 487.8 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.20.41 કરોડનાં 259 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 738 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 15,730
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 15,765 અને નીચામાં 15,721 બોલાઈ, 44 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 32 પોઈન્ટ વધી
15,741 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.22602.26 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.765.27 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4334.93 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.12152.96 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5347.52
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.412.20 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.6,600 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.235ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.236.80 અને નીચામાં
રૂ.171.70ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.56.40 ઘટી રૂ.179 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ
રૂ.210 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.20 ખૂલી, ઉપરમાં રૂ.5.50 અને
નીચામાં રૂ.3.50 રહી, અંતે રૂ.1.35 ઘટી રૂ.3.85 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.510ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.528 અને નીચામાં રૂ.481ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3 ઘટી રૂ.498.50 થયો
હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.45 ખૂલી,
ઊપરમાં રૂ.45 અને નીચામાં રૂ.22 રહી, અંતે રૂ.13.50 ઘટી રૂ.27.50 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.252ના ભાવે ખૂલી, રૂ.130.50
વધી રૂ.318 થયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,900ના ભાવે ખૂલી, રૂ.288 વધી રૂ.2,087 થયો હતો. તાંબુ સપ્ટેમ્બર રૂ.740 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન

કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.24 વધી રૂ.11 જસત સપ્ટેમ્બર રૂ.220 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.0.12
ઘટી રૂ.2.86 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.147.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.211 અને નીચામાં રૂ.146.40ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.52.70 વધી રૂ.205 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.210 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.40 ખૂલી, ઉપરમાં રૂ.3.90 અને નીચામાં રૂ.2.15 રહી, અંતે રૂ.1.20
વધી રૂ.3.65 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.430.50ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.435 અને નીચામાં રૂ.383ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2 વધી રૂ.421.50 થયો
હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.81 ખૂલી,
ઊપરમાં રૂ.122 અને નીચામાં રૂ.80.50 રહી, અંતે રૂ.6 વધી રૂ.113 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.475ના ભાવે ખૂલી, રૂ.263.50
ઘટી રૂ.284.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,675ના ભાવે ખૂલી, રૂ.214.50 ઘટી રૂ.1,553.50 થયો હતો. તાંબુ સપ્ટેમ્બર રૂ.720 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલો દીઠ રૂ.0.09 વધી રૂ.7.48 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *