NEP હેઠળ ધો 12 ના વિદ્યાર્થીઓને આગામી વર્ષે કોલેજમાં પ્રવેશ અને વિવિધ વિષય, અભ્યાસક્રમ, ગુણાંકન, કોલેજની સુવિધા, સ્કોલરશિપ, સર્વાગી વિકાસને લગતી પ્રવૃત્તિઓની વિશદ ચર્ચા અને પ્રશ્નોતરી કાર્યક્ર્મ એમ ડી શાહ કોમર્સ અને બી.ડી પટેલ આર્ટસ કોલેજ મહુધાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એસ પી શાહ હાઇસ્કૂલ મહુધા અને મહુધા નાગરિક કન્યા વિધાલયના સયુંક્ત આયોજનથી કરવામાં આવ્યું હતું. ડૉ કમલેશભાઈ દવે(આચાર્યશ્રી,કૉલેજ)ખૂબ જ સરળ ભાષામાં સચોટ માર્ગ દર્શન આપ્યું હતું. આ પ્રસંગે કેમ્પસ ડાયરેકટર ડૉ મહેશભાઇ પટેલ, ડૉ કૌમુદીબેન ભારતીય, સંજયકુમાર એન પંચાલ, તથા કોલેજના પ્રાધ્યાપક શ્રી અને શિક્ષક ભાઈ બહેન ઉપસ્થિત રહી બંને સંસ્થાના બાળકોને સુંદર માહિતી ઉદાહરણ સહિત આપવામાં આવી હતી.

